gujarat state

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 22 નવા કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. બીજી તરપ 25 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,14,595 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. રાજ્યમાં આજે 3,49,099 દર્દીઓને કોરોના રસી આપવામાં આવી હતી. 

Aug 2, 2021, 07:58 PM IST

GANDHINAGAR: રાજ્યની નગરપાલિકાઓને તેની કાર્યક્ષમતાને આધારે રેન્કીંગ, ઇનામ આપશે

રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. સુઆયોજિત-ગતિશીલ-પારદર્શી વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું છે. ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે ત્યારે દેશભરની નગરપાલિકાઓ માટે ગુજરાતનીનગરપાલિકાઓ નગરપાલિકાઓ દિશાદર્શક બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન-ટ્રાન્સપેરન્સી અપનાવી લોકોને ચેન્જની અનૂભુતિ કરાવીએ. 

Jul 23, 2021, 08:41 PM IST

રસીકરણમાં અબ કી બાર 3 કરોડ કે પાર: રાજ્યમાં માત્ર 29 કેસ, એક પણ વ્યક્તિનું મોત નહી

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 29 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 61 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,059 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.73 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે. આજે 4,12,499 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Jul 20, 2021, 08:05 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 62 નવા કેસ, 194 દર્દીઓ સાજા થયા, 02 લોકોનાં મોત નિપજ્યાં

ગુજરાતમાં કોરોના વાયરસ હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. સાંજે 5 વાગ્યે 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યનાં 194 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,11,491 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 

Jul 5, 2021, 08:02 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 1561 કેસ, 4869 દર્દીઓ સાજા થયા, 22 ના મોત

રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે ધીરે ધીરે કેસ ઘટવાની સાથે સાથે રિકવરી રેટમાં પણ મોટો સુધારો થઇ રહ્યો છે. 1,96,793 વ્યક્તિઓનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા રિકવરી રેટમાં 95.21 ટકા સુધી પહોંચી ચુક્યો છે. 

Jun 1, 2021, 08:10 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 1871 કેસ, 5146 દર્દી સાજા થયા, 25 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યું છે. ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1,83,070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોનો દર 94.40 ટકાએ પહોચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસ નોંધાયા છે. જ્યારે 5146 દર્દીઓ કોરોનામાંથી સાજા પણ થયા. અત્યાર સુધીમાં 7,62,270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

May 30, 2021, 08:23 PM IST

GANDHINAGAR: રાજ્યમાં વધતા સાયબરફ્રોડને જોતા 10 જિલ્લામાં સાયબર પોલિસ સ્ટેશન બનશે

રાજ્યમાં સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના નાગરીકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવા માટે સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે સાયબર સેલ અંતર્ગત એક પોલીસ સ્ટેશન, નવ રેન્જ કક્ષાએ અને ચાર કમિશ્નરેટ વિસ્તારમાં એમ મળીને કુલ ૧૪ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

May 27, 2021, 08:50 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 4205 નવા કેસ, 8445 દર્દીઓ સાજા થયા, 54 ના મોત

ગુજરાતમાં આજે કુલ 1,47,860 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 4205 કેસ જ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ કુલ 8445 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,95,026 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

May 22, 2021, 07:54 PM IST

GUJARAT: વાવાઝોડાના પગરવને પગલે રાજ્યનાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ

તૌકતે વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠે 17 તારીખે વાવાઝોડુ પહોંચશે. 18મી તારીખે સવારે પોરબંદરથી માંડી ભાવનગરનાં મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે. વાવાઝોડાની ગતિ 150થી 170 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે તૌકતેના સંકટ વચ્ચે આગામી 5 દિવસ સુધી ગુજરાતનાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથીઅતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

May 16, 2021, 07:26 PM IST

GUJARAT UPDATE: રાજ્યમાં કોરોનાનો આંકડો 10 હજારની અંદર, રિકવરી રેટ પણ સુધર્યો

રાજ્યમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નવા કેસ કરતા ડોઢ ગણા દર્દીઓ એટલે 15,365 દર્દીઓ રિકવર થયા હતા. રાજ્યમાં આજે કુલ 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

May 14, 2021, 07:41 PM IST

Gujarat Corona update રાજ્યમાં કોરોના કાબુમાં? 1 મહિના બાદ આંકડો ઘટ્યો

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Apr 28, 2021, 07:38 PM IST

રાજ્યમાં કોવીડની સ્થિતિને અનુલક્ષીને બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ અપાયો

* આવતીકાલ સુધીમાં તબીબો હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે

Apr 25, 2021, 08:49 PM IST

રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતી નવા 500 વેન્ટિલેટર ગુજરાત લવાયા, જાણો કોને કેટલા મળશે?

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વકરતી જાય છે. લોકો દાખલ થવા માટે લાંબી લાંબી લાઇનો લગાવી રહ્યા છે તેવામાં નોઇડાથી ગુજરાતમાં નવા 500 વેન્ટિલેટર આજે આવી પહોંચ્યા છે. જે પૈકી 100 વેન્ટિલેટર સયાજી હોસ્પિટલ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે 100 વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને 300 નવા વેન્ટિલેટરે રાજ્યનાં અન્ય શહેરો માટે ફાળવી દેવામાં આવશે. અમદાવાદ, જામનગર, ભાવનગર, રાજકોટ વડોદરાને નવા વેન્ટિલેટર ફાળવાશે. 

Apr 25, 2021, 06:05 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં નવા અધધ કોરોના કેસ, 42 લોકોના મોતથી હડકંપ

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 4541 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 4541 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2280 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,09,626 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 91.87 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 9, 2021, 08:00 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 6, 2021, 07:33 PM IST

રાજ્યની હોસ્પિટલમાં કોરોનાના 70 ટકા બેડ ખાલી, મહત્તમ કોરોના રસી લઇને કોરોનાની ચેઇન તોડવાની છે

રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જે પ્રકારે કેસોમાં વધારો થઇ રહ્યો છે તે જોતા સરકાર સહિત સમગ્ર તંત્ર ચિંતિત છે. જો કે સ્થિતી અંગે રાજ્યનાં આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કેસ ભલે વધી રહ્યા હોય પરંતુ હાલ પુરતો ચિંતાનો વિષય નથી. રાજ્યમાં કોરોનાના 70 ટકા બેડ ખાલી છે. રાજ્યમાં કોરોનાના દર્દીને દાખલ કરવા માટેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તે ગંભીર પ્રકારનાં નથી. 

Mar 22, 2021, 04:28 PM IST

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે: સરકારની મહત્વની જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ લાખ નળ કનેકશન બાકી, તે માટે ઝુંબેશના સ્વરૂપે દર મહિને એક લાખ કનેકશન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે : ૧૭ મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૧૦ લાખ ૨૦ હજાર જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

Mar 16, 2021, 07:36 PM IST

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ 'શહેન'શાહે ટ્વીટ કરી આભાર માન્યો

રાજ્યની 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. જેમાં ભાજપનું પ્રદર્શન ખુબ જ આક્રમક રહ્યું હતું. દુર દુર સુધી કોઇ બીજો પક્ષ જોવા નથી મળી રહ્યો.  ભાજપ દ્વારા અનેક નવા ઉમેદવારો ઉતારાયા હોવા ઉપરાંત ઉંમરલાયક ઉમેદવારોને ટિકિટ નહી આપવા છતા અનેક પ્રયોગો હોવા છતા પણ ભાજપને જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ચુક્યા છે. શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા હતા. 

Mar 2, 2021, 10:57 PM IST

રાજ્યના 8 જિલ્લામાં નવી GIDC, 5 જિલ્લામાં નવા બહુમાળી શેડ અને મોડેલ એસ્ટેટ બનાવાશે

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી. એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. રાજ્યના ૮ જિલામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે. નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.

Jan 22, 2021, 04:50 PM IST

બર્ડફલૂનો કહેર! રાજ્યમાં 8 મોર સહિત 128 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા ચકચાર

રાજ્યમાં કોરોનાને સરકાર ધીરે ધીરે ડામી રહી છે ત્યાં વળી બર્ડફ્લૂના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલા મોર મૃતહાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પશુપાલન વિભાગની ટીમ દ્વારા તમામ સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મધ્યપ્રદેશ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 7 મોર બિમાર સ્થિતીમાં મળી આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 8 મોર ઉપરાંત 10થી વધારે કબૂતર, 100 થી વધારે મરઘા અને 10 ટીટોડીઓનાં પણ મોત થયાનું સામે આવ્યું છે. 

Jan 10, 2021, 10:35 PM IST