PM મોદીના મેક ઈન ઇન્ડિયા સૂત્રને અમરેલીના બે યુવાનોએ સાર્થક કર્યું
Trending Photos
કેતન બગડા/અમરેલી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકિંગ ઈન્ડિયાની જે વાત કરી હતી તે વાતને અમરેલીના 2 નવયુવાનોએ સાર્થક કરી છે. બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર માર્કેટમાં મૂક્યુ છે. આ બંને વાહનો સંપૂર્ણ રીતે બેટરીથી ચાલે છે. બહારથી સાયકલ અને મિની ટ્રેક્ટરના પાર્ટ્સ લાવીને અમરેલી શહેરમાં બેટરી સંચાલિત સાયકલ અને મિની ટ્રેકટર બનાવ્યા છે.
અમરેલી શહેરના બે નવયુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેકિંગ ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કર્યું છે. અમરેલી શહેરના બે નવયુવાનો પિયુષભાઈ અને હિતેશભાઈએ અમરેલી શહેરમાં બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. ત્યારે અમરેલીમાં આ બંને વાહનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બેટરીથી ચાલતી સાયકલ પેડલથી પણ ચાલે છે. સાયકલની બેટરી બેથી ત્રણ કલાક ચાલે છે. આ બેટરી ફરી પાછી એકથી દોઢ કલાકમાં ચાર્જ થઈ જાય છે. દેશમાં પ્રથમ વખત અમરેલી શહેરમાં 2 યુવાનોએ પેરકોર્ન નામની કંપની બનાવી છે. બેટરીથી ચાલતી સાયકલ અલગ અલગ પ્રકારની છે. આ સાઇકલ પહાડી વિસ્તારમાં પણ ચલાવી શકાય છે. આ યુવાનોએ દેશને નવી ભેટ આપી છે. ત્યારે સહકારી ક્ષેત્રના નેતા દિલીપભાઈ સંઘાણીએ આ યુવાનોની સરાહના કરી હતી.
આ પણ વાંચો : બોલિવુડ સોન્ગમાં માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે અશ્લીલતા પીરસાઈ, ગઢવી સમાજ થયો લાલઘૂમ
ભવિષ્યમાં ઇલેક્ટ્રીક સાયકલ લોકો ઉપયોગ કરવાના છે આ વાતને ધ્યાનમાં રાખીને અમરેલી શહેરના બંને યુવાનોએ સાયકલ અને ટ્રેક્ટર બેટરીથી સંચાલિત અને ઝડપથી ચાર્જ થાય એ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખીને નાની એવી કંપની બનાવી તેને લોકો સમક્ષ મૂક્યા છે. ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધશે આ વાતને ધ્યાનમાં અમરેલી શહેરના પિયુષભાઈ અને હિતેશભાઇ મેકિંગ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કર્યું છે. મિની ટ્રેક્ટરનો ભાવ રૂપિયા 4 લાખથી 5 લાખ સુધીનો છે. આમ અમરેલીના બંને યુવાનોએ કંપની શરૂ કરતાં જિલ્લામાં રોજગારીની તક પણ સ્થાનિક લોકોને રહેશે. મિની ટ્રેકટર ખેતીમાં પણ ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવું છે.
અમરેલી શહેરમાં આવનારા દિવસોમાં રોજગારીની તકો ઉભી થશે. ખેડૂતોનો ખર્ચ ઘટશે. અમરેલી શહેરના બે યુવાનોએ ઇલેક્ટ્રીક સાયકલ અને ઈલેક્ટ્રીક મિની ટ્રેક્ચર બનાવ્યા છે ત્યારે લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઇલેક્ટ્રીક સાયકલ અને ખેતી માટે ઇલેક્ટ્રીક મિની ટ્રેક્ટર તરફ વળે તો નવાઈ નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે