ગુજરાત દંગલ: ભાવનગર ગ્રામીણ બેઠક પર પુરુષોત્તમ સોલંકી અને કાંતિભાઈ ચૌહાણ વચ્ચે જંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર ગ્રામીણ બેઠક પર રોમાંચક જંગ થવાની શક્યતા છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર ગ્રામીણ બેઠક પર રોમાંચક જંગ થવાની શક્યતા છે. સૌથી વધુ કોળી વોટરવાળી આ બેઠક પરથી ગુજરાત સરકારના રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી ત્રણવારથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. તેમની આ વિસ્તારમાં મજબુત પક્કડ છે. જો કે તેમના ખરાબ સ્વાસ્થ્યને લઈને એવું માનવામાં આવી રહ્યું હતું કે પાર્ટી તેમની ટિકિટ કાપી શકે છે પરંતુ હાઈકમાને તેમના ઉપર ભરોસો વ્યક્ત કરીને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી જંગ અગાઉ તેમણે મીડિયા સામે જાહેરમાં સ્વીકાર્યું હતું કે બીમારીના કારણે તેઓ જાહેર જીવનમાં છેલ્લા કેટલાક સમયથી એટલો સમય આપી શક્યા નથી પરંતુ ભાવનગર બેઠક છોડવાનો કોઈ સવાલ જ નથી. આ બાજુ કોંગ્રેસે આ જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને કોળી સમાજના એડવોકેટ કાંતિભાઈ ચૌહાણને ટિકિટ આપી છે.
નોંધપાત્ર બાાબત એ છે કે સૌરાષ્ટ્રમાં કોળી ફેક્ટર ભાજપના પક્ષમાં કામ કરી શકે છે કારણ કે સામાન્ય રીતે પ્રભાવશાળી પટેલ સમુદાયનો ઓબીસીના લોકો વિરોધ કરે છે. હાર્દિક પટેલના સંગઠન સાથે જોડાયેલા પાટીદારો જ્યાં ભાજપનો વિરોધ કરી રહ્યા છે ત્યાં કોળી સમાજ સહિત અન્ય ઓબીસી સમુદાય ભાજપના પક્ષમાં જઈને તેમનો માથાનો દુ:ખાવો ઓછો કરી શકે છે.
અત્રે જણાવવાનું કે ગુજરાતના ચર્ચિત પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી 450 કરોડ રૂપિયાના બહુચર્ચિત માછલી ઉછેર કૌભાંડમાં ફસાયેલા છે. સોલંકી અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી સહિત સાત લોકો સામે કેસ ચાલી રહ્યો છે. આ કૌભાંડ 2008માં થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે