ફરી બગડી દીલિપકુમારની તબિયત, ડોક્ટર્સે આપી 'આ' સલાહ

હાલમાં દીલિપકુમારની ઉંમર 94 વર્ષ થઈ ગઈ છે અને હાલમાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી તબિયત બગડી હતી

ફરી બગડી દીલિપકુમારની તબિયત, ડોક્ટર્સે આપી 'આ' સલાહ

મુંબઈ : લોકપ્રિય અભિનેતા દીલિપકુમારને હળવો ન્યુમોનિયા થઈ ગયો છે. હાલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે અને તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. 94 વર્ષના દીલિપકુમારના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી એક ટ્વીટમાં માહિતી આપવામાં આવી છે કે, 'સાહેબને હળવો ન્યુમોનિયા થઈ ગયો છે. તેમને ઘરમાં જ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. અલ્લાહના કરમથી બાકી બધું સામાન્ય છે. હવે તેમની તબિયત પહેલાં કરતા સારી છે. તમારી પ્રાર્થનાઓ અને દુવાઓમાં તેમને યાદ કરજો.’

દીલિપકુમારના પારિવારીક મિત્ર ફૈસલ ફારુકીએ ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી. હાલમાં દીલિપકુમારની વય 94 વર્ષ થઈ ગઈ છે અને થોડા સમય પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પહેલાં ઓગસ્ટમાં કિડનીમાં ઉભી થયેલી સમસ્યાને કારણે દીલિપકુમારને આઠ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news