રાવકી નદીમાં કાર તણાઈ, સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરી બે મહિલાઓને બચાવી, નિવૃત્ત બેંક કર્મચારીનું મોત
Trending Photos
- કારમાં સવાર બે માહિલાને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ હતી. પરંતુ લાલજીભાઈ ઘેલાણીનું મોત નિપજ્યું હતું
- સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ બચાવ કામગારી કરી હતી, અને કારને બહાર કાઢી હતી
ગૌરવ દવે/રાજકોટ :ગઈકાલે રાજકોટ જિલ્લાની આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે અનેક ગામોમાં પાણી ભરાયા હતા. તો નદીઓમાં પણ પાણી આવવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે સાંજે લોધિકાની રાવકી નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં એક નિવૃત્ત બેંક કર્મચારીનું મોત નિપજ્યુ હતું. તો તેમના પરિવારની બે મહિલાઓને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધી હતી.
સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કામગીરી કરી
લોધિકાના રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામતા પુલ ગઈકાલે સાંજે 7 વાગે એક કાર તણાઈ હતી. જેમાં નિવૃત્ત બેંક કર્મી લાલજીભાઈ ધેલાણીનું મોત નિપજ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ કાર આ પુલ પરથી પસાર થઈ હતી, ત્યારે પુલ પરથી નીચે ખાબકી હતી. કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ત્યારે સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. ગામના સંરપંચ સહિત યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યૂ કર્યુ હતું. સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ બચાવ કામગારી કરી હતી.
કારમાં સવાર બે માહિલાને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ હતી. પરંતુ લાલજીભાઈ ઘેલાણીનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મેટોડા જીઆઇડીસીમાં વરસાદના કારણે રોડ ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે