સુરતમાં અભિનંદન વેલકમના બેનર સાથે ફટાકડા ફોડી કરાઇ ઉજવણી
ભારતનું એખ વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં સવાર પાઇલટ અભિનંદન પાકિસ્તાનની બોર્ડરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. પાકિસ્તાનની સેનાએ અભિનંદનને બંધક બનાવી દેવાની વાત વાયુવેગે ફેલાતા જ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો
Trending Photos
ચેતન પટેલ, સુરત: ભારતીય એરફોર્સના હુમલા બાદ પાકિસ્તાનની વાયુસેના દ્વારા ભારત પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એફ-16 વિમાન ભારતની વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, ભારતનું એખ વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં સવાર પાઇલટ અભિનંદન પાકિસ્તાનની બોર્ડરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. પાકિસ્તાનની સેનાએ અભિનંદનને બંધક બનાવી દેવાની વાત વાયુવેગે ફેલાતા જ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અભિનંદનને મુકત કરવાની માગણી સાથે જ વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. ત્યારે માત્ર 28 કલાકમાં જ પાકિસ્તાનની સરકાર ભારત સામે ઘૂટણીયા પડી ગયું હતું અને અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આજે જ્યારે અભિનંદનને વાઘા બોર્ડર પર મુક્ત કરવામાં આવશે ત્યારે સૌ કોઇમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના વાત કરીએ તો નાના બાળકોથી લઇને વૃદ્ધોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહદેરની નવયુગ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન વેલકમના બેનર લગાવવામાં આવ્યા હતા. તો સાથોસાથ ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી. સમગ્ર સુરતમાં જાણે દિવાળીનો માહોલ છવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા.
સુરતના યુવાને ફ્રીમા કર્યું ચાનું વેચાણ
પાકિસ્તાન જે રીતે ભારતના ઘૂટણીએ પડી અભિનંદનને આજે મુક્ત કરવા જઇ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતની વાત કરીએ તો પુણા ગામમાં ચા વાળાએ અનોખી રીતે અભિનંદનની મુક્તિને લઇને ઉજવણી કરી છે. તેને દિવસભ ચાની દુકાન પર આવતા ગ્રાહકોને ફ્રીમા ચા પીવજાવી ઉજવણી કરી રહ્યો છે. સાથોસાથ તેને દુકાનની બહાર પાઇલટ અભિનંદનની બહાદુરીની ખુશીમાં ચા ફ્રીમા આપવામાં આવશે. તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ચાના દુકાન માલિક ભીખાભાઇએ પાઇલટ અભિનંદનની નીડરતાના વખાણ કર્યા હતા અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માગ પણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે