celebrated

સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ પુર્વક દિવાળીની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ગુજરાતમાં દિવાળી પર્વની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરી હતી. ચોપડા પૂજન કર્યા બાદ વેપારીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નાગરિકોએ પણ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડીને અને ધાર્મિક પુજન વિધિ કરીને ઉજવણી કરી હતી. સમગ્ર ગુજરાતમાં દિવાળીના પર્વને પગલે નાગરિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Nov 4, 2021, 08:53 PM IST

શું કેદી માણસ નથી? અધિકારીના અનોખા અભિગમથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનો ભાવુક થઇ

બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેથી જેલમાં ઉજવણી શક્ય બની નહોતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારી ગાઇડલાઇન મુજબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી શક્ય બની છે. જોકે ઉજવણી દરમિયાન કેદીઓ અને તેમની બહેનો ભાવુક થયા હતા.

Aug 22, 2021, 05:51 PM IST

World Chocolate Day: ચોકલેટ સાથે જોડાયેલો છે આ ખાસ ઈતિહાસ, જાણો રોચક તથ્ય

ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય છે. કોઈને ખુશ કરવા, કોઈને થેન્ક યૂ કહેવા કે પછી સોરી કહેવા આપણે ચોકલેટ આપીએ છીએ. ત્યારે આજે આ વિશ્વ ચોકલેટ ડે છે. દર વર્ષે 7 જુલાઈએ વિશ્વ ચોકલેટ ડે (World Chocolate Day) મનાવવામાં આવે છે.

Jul 7, 2021, 02:16 PM IST

AHMEDABAD: જો જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો તો બીજા દિવસે જેલનાં સળીયા ગણવા પડશે

જો તમારો જન્મદિવસ છે, તમે અને તમારા મિત્રો જાહેર રોડ પર નાઈટ કરફ્યુ માં બર્થડે ની ઉજવણી કરી રહ્યા છો તો બર્થડે ઉજવણીનાં બીજા જ દિવસે તમારે જેલના સળીયા ગણવા પડે એવું પણ બને. કોરોના ગાઈડલાઈન જાહેર થયા બાદ રાત્રીમાં જન્મદિવસની ઉજવણી કરવીએ ગેરકાયદે બાબત છે. તેવામાં રાત્રી કર્ફ્યૂ છતા પણ જન્મ દિવસની ઉજવણીનો વધુ એક વિડીયો અમદાવાદના વટવા વિસ્તારનો વાયરલ થયો છે. 

Jun 21, 2021, 05:29 PM IST

વિસનગરમાં 150 વર્ષથી ખાસડાઓ મારી ઉજવાય છે ધુળેટી, હવે શાકભાજીનો મારો થાય છે

  સમગ્ર દેશમાં આજે રંગોળી ધુળેટીની ઉજવણી ચાલી રહી છે. તેવામાં મહેસાણાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ધુળીટીની ઉજવણી કરવામાં આવતી રહે છે. વિસનગરમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 150 વર્ષોથી આ વિસ્તાર એક બીજાને જુત્તા (ખાસડા) મારીને ધુળેટીની ઉજવણી કરવામાંઆવતી હોય છે. જો કે હવે યુગ બદલાયો તે પ્રકારે પદ્ધતીઓ પણ બદલાઇ રહી છે. હવે યુવાનો ખાસડાને બદલે એકબીજાને શાકબાજી મારીને ધુળેટી ઉજવે છે. ટામેટા, રિંગણા અને બટાકા મારીને ધુળેટી ઉજવે છે. 

Mar 29, 2021, 04:46 PM IST

ગુજરાતી કલાકારો દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવી ગણતંત્ર દિવસની ઉજવણી

આજે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. સમગ્ર દેશનાં સેલેબ્રિટી દ્વારા અલગ અલગ પ્રકારે દેશને અનોખા અંદાજમાં નમન કરવામાં આવી રહ્યા છે. તેવામાં ગુજરાતીઓ પણ કેમ પાછળ રહી જાય. ગુજરાતી કલાકારો દ્વારા પણ એક સંયુક્ત ગીત બનાવવામાં આવ્યું હતું. જે 26મી તારીખનાં દિવસે રિલિઝ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે દેશનાં નામે એક સંદેશ આપવાના હેતુથી ગુજરાતના તમામ જાણીતા ચહેરાઓએ આ ગીતમાં પોતાની દેશભક્તિ પ્રકટ કરી છે. 

Jan 26, 2021, 05:08 PM IST

કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ

અબડાસાના રાતા તળાવ ખાતે આવેલી વાલરામજી મહારાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આજે મકર સંક્રાતિની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયોને પૂજનીય ગણાય છે. ત્યારે મકર સંક્રાતિએ 6500 જેટલી ગાયો અને ગૌવંશનું પૂજન આરતી બાદ ખોળ, ભુંસો, સુખડી ગોળ અને તેલ સાથેનું જમણ કરાવાયુ હતું. કડકડતી ઠંડીમાં આ ગૌવંશને રક્ષણ મળે તે હેતુથી આ ખોરાક તેમને અપાય છે. 

Jan 14, 2021, 03:31 PM IST

રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો

ઉતરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને ધ્યાને રાખીને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને વિવિધ શહેરનાં પોલીસ કમિશ્નર દ્વારા ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તેમણે રાજકોટ માટે ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

Jan 10, 2021, 05:08 PM IST

ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે વર્લ્ડ હેન્ડવોશ ડેની ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા આજે ૨ જી ઓક્ટોબર- પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૩૨૪ જગ્યાએ હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી અંતર્ગત પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજય મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

Oct 2, 2020, 04:39 PM IST

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા સ્વામી મહારાજની જન્મજયંતી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવાશે

મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ધર્મવડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો આજે 87મો જન્મજયંતી દિન છે. 

Sep 12, 2020, 09:29 PM IST
Shivratri Fair Will Be Celebrated In Junagadh PT4M14S

આ વખતે જૂનાગઢ શિવરાત્રીનો મેળો ઉજવાશે સાદાઈથી

આ વખતે જૂનાગઢનો મહા શિવરાત્રીનો મેળો શિવ કુંભ તરીકે ઉજવાશે નહિ. મહા શિવરાત્રીનો મેળો સાદાઈથી ઉજવાશે. કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં પ્રથમ આયોજન બેઠક યોજાઈ હતી. દર વર્ષે મીની કુંભ તરીકે ઉજવવા ઉતરા મંડળની માંગ છે. સ્થાનિક આગેવાનો સરકારને વિનંતી કરશે. બેઠકમાં પોલીસ, કોર્પોરેશન, વન વિભાગ, વીજ કંપની, એસ ટી, રેલવે સહિતના વિભાગના અધિકારીની હાજર રહ્યાં હતા. ગિરનાર ડેવલમેન્ટ ઓથોરિટી અને યાત્રાધામ વિકાસ બોર્ડના પદાધિકારીઓની હાજર રહ્યાં હતા. મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફના પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવશે. મેળામાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવશે.

Jan 21, 2020, 05:55 PM IST

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા

નર્મદા જિલ્લાની દિવાળી આ વખતે અનોકી રહી હતી. હાલ નર્મદા જિલ્લામાં 200 જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ દિક્ષાંત પરેડના આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે આવેલા છે. જો કે પરેડ 31મી તારીખે આયોજીત થવાનો છે. તે અગાઉ દિવાળીની ઉજવણીનું આયોજન નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સનદી અધિકારીઓનું ગ્રામ પંચાયત વડિયા અને વોરા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાના 100 જેટલા બાળકોને સનદી અધિકારીઓએ દત્તક લીધા હતા. 

Oct 27, 2019, 06:19 PM IST
Bharuch: Meghraja Mahotsav Celebrated By Locals PT6M28S

ભરૂચમાં કેમ ઊજવાય છે છડી ઉત્સવ? જુઓ 'ગામડું જાગે છે'

અત્યારે તહેવારનો માહોલ છે ઠેર ઠેર મેળા ભરાયા છે પણ ભરૂચમાં ભરાતો મેળો અનોખો છે. કારણ કે, અહીં મેઘરાજાની પૂજા થાય છે. મેઘરાજાની મૂર્તિ બનાવાય છે. હજારો લોકો આ આસ્થાના પર્વના સાક્ષી બને છે. શું છે આ પર્વ ઉજવવા પાછળની માન્યતા જોઈએ આ અહેવાલમાં..

Aug 25, 2019, 08:15 PM IST
Ahmedabad Youngster Celebrated Mother's Day In Old age Home PT4M2S

અમદાવાદના યુવાનોએ કંઈક આવી રીતે મનાવ્યો મધર્સ ડે, જોઈને આવી જશે આંસુ

અમદાવાદના યુવાનોએ વૃદ્ધાશ્રમમાં જઈ સંતાનોથી દૂર રહેતી માતાઓ સાથે મનાવ્યો મધર્સ ડે

May 12, 2019, 03:30 PM IST

સુરતમાં અભિનંદન વેલકમના બેનર સાથે ફટાકડા ફોડી કરાઇ ઉજવણી

ભારતનું એખ વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં સવાર પાઇલટ અભિનંદન પાકિસ્તાનની બોર્ડરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. પાકિસ્તાનની સેનાએ અભિનંદનને બંધક બનાવી દેવાની વાત વાયુવેગે ફેલાતા જ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો

Mar 1, 2019, 03:47 PM IST

PM મોદીના જન્મદિવસની સુરત થશે ઉજવણી, અધધ મોટી કેક કાપી બનાવાશે રેકોર્ડ

સુરતમાં પણ મોદીના જન્મ દિવસને લઇને અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

Sep 16, 2018, 02:19 PM IST