અમદાવાદ અને સરદાર સરોવરમાં ઉતરશે હવાઇપરી: સરકારે આપી મંજૂરી
પ્રથમ તબક્કામાં અમદાવાદ સાબરમતી નદી, સરદાર સરોવર અને ચિલ્કા સરોવર ખાતે જળમથક બનાવાશે
Trending Photos
નવી દિલ્હી : ભારતમાં સી પ્લેન સર્વિસને મોટા સ્તર પર ચાલુ કરવા માટેનું આયોજન કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે. જેના માટે સરકારે દેશના અલગ અલગ હિસ્સાઓમાં સી પ્લેન ઉતારવા માટે અડ્ડા બનાવવાને મંજુરી આપી દીધી હતી. શનિવારે નાગરિક ઉડ્યન મંત્રાલયની તરફથી અપાયેલા નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. સૌથી પહેલું સી પ્લેનના મથકો અમદાવાદની સાબરમતી નદી, સરદાર સરોવર બંધ અને ઓરિસ્સાના ચિલ્કા તળાવ નજીક બનશે.
આ અંગે માહિતી આપતા નાગરિક ઉડ્યન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કર્યું, દેશના અલગ અળગ રાજ્યોાં સી પ્લેન મથકો બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. તેમાં ટૂરિઝમને પણ વેગ મળશે. ધાર્મિક માન્યતા ધરાવતા સ્થળો પરથી કનેક્ટિવિટી સારી રહેશે. તેમણે જણાવ્યું કે, શરૂઆતી તબક્કા માટે સરકારે 5 સ્થળોની પસંદગી કરી છે. તેમાં ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને અસમનો સમાવેશ થાય છે.
પહેલા તબક્કામાં ચિલ્કા લેક (ઓરિસ્સા), સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ (ગુજરાત) પર કામ થશે. પ્રભુએ જણાવ્યું કે, સી પ્લેનના હવાઇ મથકો બનાવવાનાં નિયમ અને લાઇસન્સ નિયમો અંગે નાગરિક ઉડ્યન મહાનિર્દેશાલય (ડીજીસીએ) પહેલા જ માહિતી આપી ચુક્યું છે.
વડાપ્રધાન મોદીએ પણ કર્યો હતો ઉપયોગ
ભારતમાં સી પ્લેનની નવી ઓળખ વડાપ્રધાન મોદી દ્વારા તેના ઉપયોગ બાદ મળી હતી. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સી પ્લેનની મુસાફરી કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદી સાબરમતીના કિનારેથી સી પ્લેનમાં બેસીને અંબાજી મંદિર સુધી ગયા હતા. વડાપ્રધાને ત્યારે જ સ્પષ્ટતા કરી હતી કે સાબરમતીમાં આગામી દિવસોમાં પણ સી પ્લેન દ્વારા જ ઉતરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે