rules

CRICKET માં કરાયો મોટો ફેરફાર, ક્રિકેટમાં માંથી કાયમ માટે હટાવાયો 'BATSMAN' શબ્દ! આ છે કારણ

ક્રિકેટની રમતની શરૂઆત ભલે ઈંગ્લેન્ડમાં થઈ હોય પણ ભારતમાં ક્રિકેટની રમત એ જાણે ધર્મની જેમ પૂજાય છે. અને તેના મહાન ખેલાડીઓને તો કેટલાંક લોકો ભગવાનનો દરજ્જો પણ આપી ચૂક્યા છે. ક્રિકેટની રમતમાં સમયાંતરે નિયમો અને ધારા-ધોરણો બદલાતા રહ્યાં છે. ત્યારે ફરી એકવાર આ રમતમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Sep 23, 2021, 05:13 PM IST

દુકાન કે ઓફિસમાં ભૂલથી પણ ન લગાવો ભગવાનના આવા ફોટા! નહીં તો થશે નુકસાન

નવી દિલ્હીઃ વ્યક્તિની પ્રગતિ (Progress), તેની ખુશહાલી, આર્થિક સ્થિતિ તેમના ઘરની સાથે સાથે દુકાન(Shop), ફેક્ટ્રી (Factory), ઓફિસ (Office) વગેરેનું વાસ્તુ ખુબ અસર કરે છે. વર્કપ્લેસમાં દરેક ચીજવસ્તુ સાચી દિશામાં હોવાની સાથે સાથે ત્યાં મંદિર પણ વાસ્તુ મુજબ હોવું ખુબ જરૂરી છે. આજે અમે વર્કપ્લેસ પર બનેલા મંદિર સંબંધિત વાસ્તુના મહત્વના જણાવીશું, જેનું પાલન ન થવા પર વ્યક્તિની પ્રગતિની જગ્યાએ તેને નુકસાની થાય છે. 

Sep 8, 2021, 04:28 PM IST

Aadhaar Card માં એડ્રેસ ચેન્જ કરવાના બદલાયા નિયમો, જલદી જાણી લો આ નવી રીત

શું તમે પણ પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલાવવા માગો છો અને તમારી પાસે કોઈ પ્રૂફ નથી? પહેલાં આ આ સ્થિતિને ધ્યાને રાખીને UIDAI તરફથી નવા નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી  હતી. પરંતુ હવે તેમાં ફરી મોટા ફેરફાર થયા છે. UIDAIએ એક ટ્વીટ કરીને કહ્યું કે, હવે વગર એડ્રેસ પ્રૂફના આધારમાં સરનામું બદલાવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

Aug 16, 2021, 01:43 PM IST

ચોમાસામાં આચર-કુચર ખાવાની આદત હોય તો સાવધાન! બીમારના પડવું હોય તો આટલું જાણી લો

વરસાદની ઋતુમાં ગરમ પાણી પીવાથી શરીરનું સ્વાસ્થ્ય સારુ રહે છે. તમે આદુવાળી ચા અથવા દૂધ લઈ શકે છે. આ સિવાય ચામાં આદુનો પાવડર અથવા સૂંઠ, ફૂદીનો નાખીને પણ પી શકાય છે. આ સિવાય શરીરને એનર્જી પણ મળી રહે છે જેના કારણે તમે ફ્રેશ ફિલ કરી શકો છે. મધ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આ ઋતુમાં મધનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. તમે રોજ ગરમ પાણીમાં મધ નાખીને લઈ શકો છો. આ સિવાય ગ્રીન ટીમાં પણ મધ નાખીને પી શકાય છે. જેના કારણે મધને પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ મળી રહેશે અને ઈમ્યુનિટી પણ સારી બૂસ્ટ થશે.

Aug 9, 2021, 09:27 AM IST

PUC નહીં હોય તો હવે સસ્પેન્ડ થઈ જશે વાહનનું રજિસ્ટ્રેશન, નવો નિયમ જાણીલો નહીં તો જમા થઈ જશે વાહન!

New PUC Rules: PUCના નિયમોને સામાન્ય રીતે આપણે ફોલો કરતા નથી. દર 6 મહિને PUC કઢાવવાની હોય છે જે આપણે કઢાવતા નથી. પરંતુ  હવે સરકારે આ અંગેના નિયમો કડક કરી દીધા છે.

Jun 20, 2021, 12:34 PM IST

ગુજરાતના આ ગામે કોરોનામુક્ત રહીને બનાવ્યો રેકોર્ડ, આવા કડક છે નિયમો

પાટણા (Patana) ગામમાં કોરોનાનો પ્રવેશ ન થઈ શકે તે માટે ગામના સરપંચ અને તલાટી મંત્રીએ ગ્રામજનોને સાથે રાખી સરકારની ગાઇડલાઇન અને ગ્રામ પંચાયતના  નિયમો બનાવ્યા અને તેનો અમલ ગામના નાના વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો કરી રહ્યાં છે. 

May 9, 2021, 03:23 PM IST

Mahashivratri 2021: બની રહ્યાં છે કેટલાંક વિશેષ સંયોગ, શુભ મુહૂર્તમાં આવી રીતે કરો પૂજા, ઉપવાસના જાણો ખાસ નિયમ

આજે મહાશિવરાત્રિનો તહેવાર છે આ તહેવાર પર વિશેષ સંયોગો ઉભા થયા છે. આ દિવસે સિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક થાય છે આ સાથે સિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી ભક્તોની માનોકામના પૂર્ણ થવાની માન્યતા છે.

Mar 11, 2021, 12:27 PM IST

ગૃહ વિભાગે માસ્કના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહી તો કાલે 1000 દંડ ભરવો પડશે

આરોગ્યશાખા અને ગૃહ વિભાગમાં રહેલી કેટલી વિસંગતા દુર કરીને ગૃહવિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ પડતો એક સંયુક્ત પરિપત્ર કરવામાં આવ્યો છે

Jan 16, 2021, 11:37 PM IST

નિયમોની ડાકલી વગાડતા રહેતા જીગ્નેશ મેવાણીએ તમામ નિયમોના ઉડાવ્યા ધજાગરા

 રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચિંતાજનક સ્થિતી બનાવી છે. એકબાજુ કોરોનાના કેસોની સંખ્યામાં ફરીથી એક હજારને પાર થઇ ચુકી છે. ત્યારે નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના નિયમો તોડી રહ્યાના બનાવો બની રહ્યા છે. જૂનાગઢના કેશોદમાં કેશોદ જીગ્નેશ મેવાણીએ ગઇકાલે સભા યોજી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા દેખાયા હતા.

Nov 19, 2020, 08:24 PM IST

SBI ગ્રાહક EMI માં રાહત માટે કરી શકશે અરજી, જાણો શું છે શરત

કોરોના સંકટના કારણે ઘણા લોકોની આવક પર અસર પડે છે, એવામાં લોકોને હવે પોતાની લોનના હપ્તા ચૂકવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આર્થિક દબાણમાં ફસાયેલા એવા લોકોની રાહત માટે બેન્કે આપેલી લોનની શરતોમાં ફેરફાર કરી રહી છે. 

Sep 22, 2020, 12:03 AM IST

યુપીમાં 55 કલાકનું Lockdown શરૂ, ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે

ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના સતત વધી રહેલા કેસને ધ્યાને રાખીને સરકારે આજે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ત્રણ દિવસનાં પુર્ણ લોકડાઉન દરમિયાન જરૂરી સામાનની દુકાનો પુરવઠ્ઠો યથાવત્ત રહેશે. મળતી માહિતી અનુસાર 10-12 જુલાઇ સુધીમાં રાજ્યમાં સ્વચ્છતા અને સૈનિટાઇઝેશનનાં અભિયાન ચલાવવામાં આવશે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇની સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ કાર્યાલય, બજાર, કારખાનાઓ બંધ રાખવાનાં આદેશ મુખ્ય સચિવ આર.કે તિવારીએ આપ્યો છે. 

Jul 10, 2020, 11:15 PM IST

અમદાવાદમાં લોકડાઉનમાં છુટછાટ: બહાર જતા પહેલા આ જરૂર વાંચો નહી તો પસ્તાશો

કોરોના મહામારીનાં કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓ લારી દુકાન બંધનો સામો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી રહી છે. અમદાવાદ કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળી રહેલા વરિષ્ઠ IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તા દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે.

May 14, 2020, 09:14 PM IST

કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ

નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, "પીએમસી બેન્કના કૌભાંડમાં ભારતના નાણા મંત્રાલય દ્વારા કોઈ પગલાં લેવાશે નહીં, કેમ કે આરબીઆઈ નિયામક સંસ્થા છે. તેમ છતાં, મારા પક્ષે મેં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયનાં સચિવોને આ સમગ્ર કેસનો વિગતવાર અભ્યાસ કરવા જણાવ્યું છે."

Oct 10, 2019, 03:54 PM IST

પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ

પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે. 

Sep 27, 2019, 09:52 AM IST

રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે. 

Sep 25, 2019, 11:17 AM IST

આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

Sep 22, 2019, 11:19 AM IST
E-memo received for sold car by surat corporator PT2M12S

3 વર્ષ પહેલા વેચેલી કારનો ઈ-મેમો આવતા સુરતના કોર્પોરેટર ચોંક્યા

સુરત કોર્પોરેટરને રૂ 23,100નો ઇ-મેમો આવ્યો છે. 3 વર્ષ પહેલાં કાર વેચી દીધી હતી. ત્યારે કાર વેચી દીધા બાદ પણ ઇ મેમો આવ્યો છે. કોર્પોરેટર ડી .પી.વેંકરિયા ઇ મેમો જોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, નવા માલિકના નામે કાર ટ્રાન્સફર કરાઈ ચૂકી છે.

Sep 21, 2019, 10:15 AM IST

ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું, હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. 

Sep 21, 2019, 08:56 AM IST