સુખી ડેમ થયો ઓવરફ્લો, કાલોલની નદીમાં પાણી વધતા માછલીઓ ઉછળકૂદ કરવા લાગી
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટી સુખી સિંચાઇ જળાશય યોજનાનો ડેમ છલકાઈ ગયો છે. પાણીની વધુ આવક થતા ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સુખી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના એક પછી એક કુલ બે ગેટ 15 સેન્ટીમીટર ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ડુંગરવાટ, ઘૂંટીયા, ગંભીરપુરા, ઘૂટનવડ, નાનીબેજ, મોટીબેજ, સિંહોદ સહિતના 19 ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 147.78 મીટર પાણીની સપાટી છે, અને ડેમમાં હાલ 162.251 મિલિયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ છે. ડેમ ભરાતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સુખીડેમની સુખી સિંચાઇ જળાશય યોજના થકી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના 17 હજાર હેક્ટર વિસ્તારમાં સીંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. છોટાઉદેપુર તાલુકામાં અત્યારસુધી 138.71 ટકા, જ્યારે કે પાવીજેતપુરમાં 100.38 ટકા સરેરાશ વરસાદ નોધાઈ ચૂક્યો છે.
કાલોલ નદીમાં માછલીઓની રમતનો અદ્ભુત #VideoViral #Fish #Gujarat #River #DamOverflow #ZEE24Kalak pic.twitter.com/R7UevLMxey
— Zee 24 Kalak (@Zee24Kalak) September 24, 2021
બીજી તરફ, પંચમહાલની કાલોલની નદીનો અદ્ભૂત વીડિયો વાયરલ થયો છે. ચેકડેમ પર માછલીઓની ઉછળકૂદનો વીડિયો વાયરલ થયો છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજિત 5 થી 10 ફૂટ ઊંચે ઉછળતી માછલીઓનો ‘પાની પાની...’ ગીત મિક્સ કરેલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે