છોટાઉદેપુર

તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું

દિલ્હીમાં નિઝામુદ્દીન તબગિલી જમાતી મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા લોકો દેશભરમાં પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં પણ આવેલા આવા શખ્સો કોરોના (corona virus) ના ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદમાં આજે 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો હજી સુધી કોરોનાની પહોંચથી દૂર રહેલા છોટાઉદેપુરને પણ કોરોના અડી ગયો છે. તબગિલી જમાત (tablighi jamaat) થી પરત ફરેલા શખ્સને કારણે છોટાઉદેપુરમાં હવે કોરોના પહોંચી ગયો છે. છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 

Apr 5, 2020, 09:34 AM IST

છોટાઉદેપુરમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી

છોટાઉદેપુરના ખડખડ ગામમાં નજીવી બાબતે પતિને પત્ની ઉપર ગુસ્સો આવી ગયો અને પતિએ પત્નીના માથામાં કુહાડી મારી કરપીણ હત્યા કરી નાખી છે

Mar 17, 2020, 06:03 PM IST
Chhota Udepur District Child Protection Officer Arrested For Taking Bribe PT3M5S

છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી લાંચ લેતા ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બલ ભદ્ર ગઢવી લાંચ લેતા ઝડપાયો. બે બાળ મજુરોને પકડી કોન્ટ્રાક્ટર પાસે 20 હજારની લાંચ માંગી હતી. બાળ મજુર પકડી 10 હજાર રોકડા લીધા બાદ બાકીના 10 હજાર લેતા ACBએ ઝડપી પાડયો હતો.

Mar 13, 2020, 05:05 PM IST
Savdhan Gujarat: Son Killed His Father In Chhota Udepur PT3M49S

સાવધાન ગુજરાતઃ પુત્ર બન્યો હત્યારો, પિતાની કરી નાંખી હત્યા

સંતાન સુખી અને સમૃદ્ધ બને તે માટે દરેક માતા-પિતા સલાહ આપતા હોય છે... છોટાઉદેપુરમાં એક પિતાએ પણ તેના સંતાનને સલાહ આપી... પણ હેવાન સંતાનને તેના પિતાની એ સલાહ ન પસંદ આવી અને તેણે તેના જ પિતાની નિર્મમ હત્યા કરી નાંખી છે... કોણ છે તે હત્યારો પુત્ર... કેવી રીતે કરી પિતાની હત્યા? જોઈએ આ અહેવાલમાં...

Mar 4, 2020, 11:45 PM IST

આજે સળગ્યો છે છોટાઉદેપુર જિલ્લો, લાંબા સમયથી સળગી રહેલો તણખો બની ગયો છે ભડકો

આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.

Feb 7, 2020, 02:00 PM IST
Gujarat Yatra Arrived At Chhota Udepur Watch Video PT11M30S

Gujarat Yatra: છોટાઉદેપુરના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે છોટાઉદેપુર ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 31, 2020, 10:00 PM IST
chhota udepur Milk pouches of sanjivani scheme found on the road video on zee 24 kalak PT36S

છોટાઉદેપુર: બાળકોના આપવાના દૂધના પાઉચ કોતરમાં ફેંકાયેલા મળ્યાં

છોટાઉદેપુરના નસવાડીમાં સંજીવની યોજનાનું દૂધ કોતરમાંથી મળ્યું. 30 તારીખનું તાજુ દૂધ કોણે ફેંક્યું રસ્તામાં? કોણ છે સુપોષણ અભિયાનના દુશ્મન?

Jan 31, 2020, 09:00 AM IST

શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરાર થઈ ગયો

નસવાડીના ગઢબોરીયાદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. ગામમાં પોતાના બે સંતાનો સાથે રહેતી શિક્ષિકાની ગળું કાપી નિર્દયીપૂર્વક હત્યા કરવામા આવી છે. ત્યારે આ હત્યામાં શંકાની સોઈ સીધી તેના પતિ પર ગઈ છે, જે ગઈકાલે પત્નીને મળવા આવ્યો હતો, અને બાળકોને લઈને એકાએક ગુમ થઈ ગયો છે.

Jan 19, 2020, 01:05 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Word No-6 Area Of Chhota Udepur PT6M15S

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરના વોર્ડ નંબર-6માં સ્થાનિકો માટે તમામ સુવિધાઓ

શેરી મોહલ્લામાં વાત કરીશું છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 6 નાં કસ્બા વિસ્તારની... તો કસ્બા કવાંટ રોડ નામનાં આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષ માં અનેક વિકાસ નાં કામો થયા છે. નગરજનો ને પાણી બારેમાસ પુરતું પાણી મળી રહે તે માટે જરૂરી એવા બોર કરી મોટર બેસાડી આપવામાં આવ્યા છે, મુખ્ય માર્ગ ઉપર ડિવાઇડર ઉપર પુરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવી છે , રોડની બંને બાજુની ખુલ્લી ગટરો ને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવાતા લોકોને ગંદકી અને મચ્છરોના ત્રાસ અને બીમારીથી છુટકારો મળ્યો છે

Jan 15, 2020, 06:20 PM IST

છોટાઉદેપુર: એક બબ્લ અને એક પંખો ધરાવતા ગ્રાહકને મળ્યું ૨,૧૬,૩૪૭ રૂપિયાનું મસમોટું બિલ

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખોખરા બો ગામમાં કાચા મકાનમાં રહેતા અને મજુરી-પશુ પાલન કરી જીવન ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસી પરિવારોને વીજ કંપની તરફથી અચાનક હજારો અને લાખોની રકમના વીજ બિલ ફટકારી દેવાયા છે, ઘરમાં માંડ એક બે ગોળા સળગાવતા ગરીબ પરિવારો વીજ બીલ ભરપાઈ ન કરી શકતા તેમના વીજ કનેક્શન કાપી નંખાતા લોકો અંધારા ઉલેચવા મજબુર બન્યા છે.

Jan 14, 2020, 08:49 AM IST
Viral video of Chhota udaipur PT3M19S

છોટાઉદેપુરના નસવાડીમાં રામા પલસાદી ગામે પત્નીને બેરહેમીપૂર્વક માર મારવાનો વીડિયો વાયરલ

છોટાઉદેપુરના નસવાડીમાં રામા પલસાદી ગામે પત્નીને બેરહેમીપૂર્વક માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ બનતા હેવાન પતિ સામે નસવાડી પોલીસ મથકમાં IPC 323,294(ખ), 504,506(બ) મુજબ ગુનો નોંધાયો છે.

Dec 28, 2019, 07:25 PM IST
Sheri Maholla Ni Khabar Chotaudaipur kadiya Fadiyu PT6M58S

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરના કડીયા ફડિયાની સમસ્યા

જીલ્લાની એક માંત્ર નગરપાલિકા છે છોટાઉદેપુર નગર પાલિકા ...જીલ્લો બન્યા બાદ પાલિકાની ગ્રાન્ટો માં સારો વધારો થયો છે ત્યારે પાલિકા તરફથી નગરના વિકાસ અને નાગરીકોની પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી આયોજન તો કરવામાં આવે છે પરંતુ હજુ પણ નગરમાં એવા વિસ્તારો છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇ ત્રસ્ત છે , કડિયા ફળિયાના રહીશો ની ફરિયાદ છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા , પેવર બ્લોક બેસાડવાના કામ થયા છે , સ્ટ્રીટ લાઈટ ની પુરતી સુવિધા છે પરંતુ જરૂરી એવી ગટર વ્યવસ્થા આજ દિન સુધી નથી કરવામાં આવી જેને લઇ તેઓ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મચ્છરો નાં ત્રાસનો ભોગ બની રહ્યા છે , સરકાર તરફથી બનાવાયેલા સૌચાલય ભંગાર હાલત માં છે જેને લઇ આજે તેઓ તેનો ઉપયોગ નથી કરી કરી શકતાં અને સૌચ માટે નદીમાં જવું પડે છે.

Dec 24, 2019, 06:35 PM IST
Sheri maholla Ni Khabar Chotaudaipur Word No 1 PT10M6S

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરમાં રેલવે ફાટર બંધ થતા સ્થાનિકોમાં પરેશાની

છોટાઉદેપુર નગર પાલિકા નગરનાં વોર્ડ નંબર એકનાં સ્ટેશન વિસ્તાર માં લોકો વિજળી-પાણી-સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનાં અભાવને વેઠી રહ્યા છે. સાથે આ વિસ્તારના લોકો સાથે ઉત્તર દિશાના 40થી વધુ ગામોના લોકો જ્યાંથી અવાર જવર કરે છે. એવા આ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક બંધ કરાયા બાદ આજ સુધી અહી ઓવરબ્રિજની કામગીરી શરુ કરવામાં નથી આવી. તો બીજી તરફ ફાટક વાળો રસ્તો બંધ થતા તેનાં વિકલ્પ રૂપે આપેલ ડાયવર્ઝનનો રસ્તો પણના બનાવાતા અહીથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Dec 17, 2019, 05:45 PM IST

Onion Price: એક કિલો પ્લાસ્ટિક આપો, અને ડુંગળી-દાળ-તેલ લઈ જાઓ... અનોખી સ્કીમ

Onion Prices: પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે. જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પ્લાસ્ટિક આપીને તેના બદલામાં ડુંગળી, તેલ, દાળ-ચોખા જેવી વસ્તુઓ ઘરે લઈ જઈ રહ્યાં છે.

Dec 12, 2019, 10:19 AM IST
sheri maholla ni khabar bodeli PT8M5S

શેરી મહોલ્લાની ખબર: જુઓ છોટાઉદેપુર વિસ્તારના બોડેલીના લોકોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબર: જુઓ છોટાઉદેપુર વિસ્તારના બોડેલીના લોકોની સમસ્યા

Dec 11, 2019, 07:25 PM IST
Sheri Maholla Ni Khabar Chotaudaipur Vord No 7 PT6M52S

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુર વિસ્તારમાં સ્થાનિકોને કેવી છે તકલીફ

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુર વિસ્તારમાં સ્થાનિકોને કેવી છે તકલીફ

Nov 20, 2019, 05:45 PM IST
Gamdu Jage Che Chotaudaipur PT4M20S

ગામડું જાગે છે: માવઠાની કહેરથી છોટાઉદેપુરના ખેડૂતોના હાલ થયા બેહાલ

આ વર્ષે ચોમાસામાં થયેલા ભારે વરસાદ ને લઇ ખેતીમાં થયેલા ભારે નુકશાન થયા બાદ હવે કમોસમી માવઠા સ્વરૂપે થઇ રહેલ વરસાદ જગતના તાત માટે કહેર સાબિત થઇ રહ્યું છે , ઝી 24 કલાકની ટીમે જ્યારે છોટાઉદેપુર જીલ્લાના સરહદી અને આદિવાસી રાઠ વિસ્તારના રંગપુર , નાની સઢલી અને ચિસાડીયા ગામની મુલાકાત લીધી, અહી કમોસમી વરસાદને લઇ ખરીફ અને રવિ એમ બંને પાકમાં ભારે નુકશાન થયું છે, પંથકના ખેડૂતો સરકાર પાસે મદદ ની ગુહાર લગાવી રહ્યા છે.

Nov 14, 2019, 10:15 PM IST
Shari maholla ni khabar Situation of Chotaudaipur PT6M33S

શેરી મહોલ્લાની ખબર : જાણો છોટાઉદેપુરના આ વિસ્તારમાં રહીશોને કેવી પડે છે તકલીફ

શેરી મહોલ્લાની ખબર : જાણો છોટાઉદેપુરના આ વિસ્તારમાં રહીશોને કેવી પડે છે તકલીફ

Nov 7, 2019, 06:10 PM IST
Brother kills his Brother In Chotaudaipur PT3M15S

અંધશ્રદ્ધાની આડમાં ભાઇએ જ કરી ભાઇની હત્યા, જુઓ વીડિયો

અંધશ્રદ્ધાની આડમાં ભાઇએ જ કરી ભાઇની હત્યા, જુઓ વીડિયો

Nov 1, 2019, 11:55 PM IST
Situation Of Farmers At Chhotaudaipur PT6M33S

ખેડૂતોનું વર્ષ ખરાબ: કમોસમી વરસાદથી છોટાઉદેપુરમાં કપાસનો પાક થયો નિષ્ફળ

આ વર્ષે ભારે વરસાદ ને લઇ ખેતીમાં ભારે નુકશાન થયા બાદ હાલમાં થઇ રહેલા કમોસમી માવઠાને લઇ ખરીફ અને રવિ એમ બંને પાકમાં ભારે નુકશાન થયું છે , ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જીલ્લામાં સિંચાઈનાં અભાવને લઇ મોટાભાગના ખેડૂતો ચોમાસું ખેતી ઉપર નભે છે. મોટા ભાગના ખેડૂતોનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ થયો છે.

Oct 30, 2019, 04:00 PM IST