Child Care: નાના બાળકોના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ આહાર, આ રીતે ઘરે જ બનાવો
- હોમમેડ સેરેલેકના છે અનેક ફાયદા
બાળકોને મળે છે પોષણયુક્ત આહાર
શ્રેષ્ઠ સેરેલેક બનાવવાની આ રહી રીત
Trending Photos
નવી દિલ્હીઃ બાળકોના સ્વાસ્થ્યને જાળવવા શ્રેષ્ઠ અને પોષણયુક્ત આહાર પર જ ભાર મૂકીએ છીએ અને આ માટે બહારના મોંઘાદાટ ખાદ્યપદાર્થ પણ લાવતા હોઈએ છીએ. પણ શું તમને ખ્યાલ છે આ મોંઘાદાટ સેરેલેક તમે ઘરે જ બનાવી શકો છો અને તેનાથી બહારના સેરેલેક કરતા અનેક ગણુ પોષણ પણ મળે છે.
બાળક છ મહિનાનું થાય કે તેને દૂધની જગ્યાએ અન્ય આહાર આપવાનું શરુ કરાય છે તો આ સમયે તેમને પોષક તત્વયુક્ત અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ ખવડાવવામાં આવે છે. આટલા નાના બાળકને ખાસ તો સેરેલેક અપાય છે પરંતુ માર્કેટમાં મળનારા સેરેલેકમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે જે બાળકો માટે વધુ આરોગ્યપ્રદ સાબિત નથી થતું. તેની જગ્યાએ તમે ઘર પર જ બાળકો માટે હેલ્ધી અને મલ્ટીગ્રેન વ્હીટ સેરેલેક બનાવી શકો છો. આજે અમે તમને બાળકો માટેના મલ્ટીગ્રેન વ્હીટ સેરેલેકની રેસિપી અને તેનાથી થતા ફાયદા વિશે જણાવી રહ્યાં છીએ.
હોમમેડ સેરેલેક માટે કઈ વસ્તુ છે જરૂરી?
બાળકો માટે હોમમેડ સેરેલેક બનાવવા તમારે ¾ કપ મલ્ટીગ્રેન લોટ, ¼ કપ ઘઉંનો લોટ, ¼ માખણ, ¼ કપ પામ શુગર પાવડર, ¼ કપ નટ પાવડર, ⅛ કપ દ્રાક્ષ, ⅛ કપ સૂકી ક્રેનબેરી જોઈએ.
હોમમેડ સેરેલેક બનાવવાની પદ્ધતિ:
મિક્સરમાં પામ શુગર લઈ તેને એકદમ જીણો પાવડર કરી લો
એક વાટકીમાં મલ્ટીગ્રેન લોટ નાખો, હવે તેમાં પામ શુગર કેન્ડી પાવડર નાખો અને ઘઉંનો લોટ તથા નટ પાવડર નાખો
હવે તેમાં લાલ સૂકી દ્રાક્ષ અને ક્રેનબેરી નાખી દો
હવે આ તમામ વસ્તુને અલગ મૂકી દો
સેરેલેક પાવડર કેવી રીતે બનાવશો?
માખણને પીગાળીને અલગ રાખશો અને તેને સેરેલેકવાળા મિશ્રણને નાખી મિક્સ કરી લો.
હવે તેમાં પાણી નાખીને સોફ્ટ લોટ ગૂંદી લો. બટર પેપર લઈ અને તેને બંને બાજુ લગાવીને રાખી દો.
આ લોટની પાતળી રોટલી બનાવી લો અને તે રોટલીના જીણા જીણા ટુકડા કરી લો. 180 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ સુધી ગરમ કરો.
બેકિંગ ટ્રે પર બટર પેપર લગાવો અને ધ્યાનથી આ કાપેલા રોટલીના ટુકડાને તેના પર રાખી લો.
હવે 15થી 20 મિનિટ માટે તેને બેક કરી લો:
જ્યારે બિસ્કિટનો રંગ બ્રાઉન થઈ જાય તો નિકાળી લો અને ઠંડુ થવા દો.
આ બિસ્કીટને મિક્સર જારમાં ગ્રાઈન્ડ કરી પાવડર બનાવી લો અને પ્લેટ પર તેને પહોળુ કરી ઠંડુ થવા દો બાદમાં તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો.
સેરેલેક કેવી રીતે તૈયાર કરશો?
જ્યારે બાળકને સેરેલેક આપવાનું હોય તો એક વાટકીમાં થોડુ ગરમ પાણી લો અને તેમાં મલ્ટીગ્રેન વ્હીટ સેરેલેક પાવડર નાખો. જેટલું ઘટ્ટ સેરેલેક તમે ઈચ્છતા હોવ તેટલુ મિક્સ કરો. અને હળવું ગરમ બાળકોને ખવડાવો.
સેરેલેકના ફાયદા:
આ હોમમેડ સેરેલેક નાના બાળકો માટે ઘણું જ ફાયદાકારક છે. તેને તમે 8થી 12 મહિનાના બાળકોને ખવડાવી શકો છો. જેનાથી બાળકોના હાડકા અને સ્નાયુઓના વિકાસને મદદ મળે છે. આ સેરેલેકમાં અનેક હેલ્ધી વસ્તુઓને સામેલ કરાઈ છે જેનાથી બાળકોના શરીરના પોષણની ઉણપને પૂરી કરી શકાશે અને તેનાથી તમામ જરૂરી પોષક તત્વો પણ મળી જશે. તમે રોજ બાળકને આ હોમમેડ સેરેલેક બનાવીને ખવડાવી શકો છો જેનાથી બાળકોને કબજિયાતની કોઈ સમસ્યા નહીં નડે.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે