CIDએ માગ્યા ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ, કોર્ટે મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં

260 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર વિનય શાહની પત્ની ભાર્ગવી શાહના રિમાન્ડ પુરા થતા ગુરુવારે CID ક્રાઇમ દ્વારા ફરીવાર તેને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

CIDએ માગ્યા ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ, કોર્ટે મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં

જાવેદ સૈયદ, અમદાવાદ: 260 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર વિનય શાહની પત્ની ભાર્ગવી શાહના રિમાન્ડ પુરા થતા ગુરુવારે CID ક્રાઇમ દ્વારા ફરીવાર તેને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં CIDએ ભાર્ગવી શાહના આજે નવા 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવતા ભર્ગવી શાહને જયુડિશિયલ કસ્ટડી મોકલી દેવામાં આવી હતી.

સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જસ્ટિસ એ.સી. જોશી સમક્ષ દલીલ કરી હતી કે, આરોપીએ ક્યાં ક્યાં વિદેશ યાત્રા કરી હતી અને છેતરપિંડી તરીકે મેળવેલ રૂપિયાનું રોકાણ ક્યાં કર્યું છે તેની તપાસ હજી બાકી છે. આરોપી ભાર્ગવી શાહે આશરે 6 કરોડની છેતરપિંડીનો કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ GPID અધિનિયમ મુજબ ગંભીર ગુનો છે અને માટે ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ આપવામાં આવે.

ભાર્ગવી શાહના વકીલ નીતિન રાવલે કહ્યું કે, ભાર્ગવી વિનય શાહની સ્કીમ વિશે જાણતી નથી. અગાઉ આપેલા 6 દિવસના રિમાન્ડમાં બધી જ માહિતી આરોપીએ પુરી પાડી છે. આ કેસમાં ભાર્ગવી શાહ મુખ્ય આરોપી નથી. જેથી વધુ રિમાન્ડએ મૂળભૂત અધિકારીઓનું હનન છે. CID ઈચ્છે તો જયુડિશિયલ કસ્ટડીમાં પણ વધુ પૂછપરછ કરી શકે છે. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ એ.સી. જોશીએ ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ ના-મંજુર કર્યા હતા અને જયુડિશિયલ કસ્ટડી મોકલવાનો હુકમ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news