CM Rupani નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ સારવાર હેઠળ

યુએન મહેતા હોસ્પિટલમાં તેમને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે હાલ પોઝિટિવ આવ્યો છે.

CM Rupani નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ સારવાર હેઠળ

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એવામાં ગઈકાલે ચૂંટણી પ્રચારને લઇને મુખ્યમંત્રી સીએમ રૂપાણી (CM Vijay Rupani) વડોદાર ખાતે સભા સંબોધન કરવા પહોંચ્યા હતા. જ્યાં સભા સંબોધન દરમિયાન તેમની તબિયત લથડતા તેમને તત્કાલ વડોદરાથી (Vadodara) સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન સીએમ રૂપાણીનો કોરોના ટેસ્ટ (Corona Test) પણ કરવામાં આવ્યો હતો જે હાલ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (CM Rupani Corona Positive) આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ તમામ પક્ષો સામદામ દંડ ભેદ પ્રકારે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દિવસરાત મહેનત કરી રહ્યા છે. મુખ્યમંત્રીથી (CM) માંડીને મંત્રી સુધી તમામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના માટે તમામ લોકો દિવસરાત મહેનત કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે સીએમ રૂપાણી ગઇકાલે વડોદરા (Vadodara) ખાતે સભા સંબોધન કરવા પહોંચ્યા હતા. જ્યાં નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત ખરાબ થઈ હતી. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડ અચાનક આવી જતા તેમને પકડી લીધા હતા. પરંતુ સિક્યુરિટી જવાનો તેમને પકડે તે પહેલા જ તેઓ નીચે પટકાયા હતા. તત્કાલ તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) ખાતે લઇ જવામાં આવ્યા હતા. યુએન મહેતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ રૂપાણીની (CM Rupani) તબિયત સ્થિર છે જો કે, તબીબોએ 24 કલાક આરામની સલાહ આપી છે.

તો બીજી તરફ મુખ્યમંત્રીની સારવાર કરી રહેલા ડોક્ટર્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, મુખ્યમંત્રીને થાક, શારીરિક નબળાઈના કારણે ચક્કર આવ્યા હતા. જો કે, સીએમ રૂપાણીના ECG, 2D Echo, બ્લડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. આ સાથે જ તેમનો RT-PCR ટેસ્ટના રાત્રે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જો કે, તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને કોરોનાના રિપોર્ટ HRCT THORAX, IL-6, D-DIMER અને ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેમની પરિસ્થિતિ STABLE છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news