close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુલાકાત પહેલા જ હાર્દિક પટેલને અટકાવાયો

પાલનપુરની સબજેલમાં બંધ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે હાર્દિક પટેલ સહિતની જે મહિલાઓ પાલનપુર જવા નીકળી હતી. ત્યારે હાર્દિક પટેલ પાલનપુર આવતો હવાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Ketan Panchal - | Updated: Aug 14, 2019, 11:25 AM IST
પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુલાકાત પહેલા જ હાર્દિક પટેલને અટકાવાયો

અલ્કેશ રાવ, પાલનપુર: સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે હાર્દિક પટેલ સહિત જે મહિલાઓ પાલનપુર જવા નીકળી હતી. તેમને પાલનપુર પહોંચે તે પહેલા જ હાઇવે પર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે. ત્યારે હાર્દિક પટેલ સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત હતા.

આ પણ વાંચો:- રાજ્યમાં આગામી બે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખડેવા તાકીદ

પાલનપુરની સબજેલમાં બંધ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે હાર્દિક પટેલ સહિતની જે મહિલાઓ પાલનપુર જવા નીકળી હતી. ત્યારે હાર્દિક પટેલ પાલનપુર આવતો હવાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેલ તરફ જવાના રસ્તા ઉપર પોલીસ દ્વારા બેરીકેટેડ લાગવાવમાં આવ્યા અને જેલ તરફ કોઈને પણ જવા માટે પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ

જો કે, હાર્દિક પટેલ પાલનપુરની સબજેલ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને મળે તે પહેલા જ પાલનપુર હાઇવે પર પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યો છે. ત્યારે હાર્દિક પટેલ સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત હતા. જો કે, પોલીસ હાર્દિક પટેલની અટકાયત કરે તેવી શક્યતા ચર્ચાઇ રહી છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...