કોંગ્રેસે ખાધી ગંગા મૈયાની સોગંધ, સરકાર આવી તો 10 દિવસમાં માફ કરી દેશો ખેડૂતોના દેવા

પૂર્વ કેંદ્રીય મંત્રી આરપીએન સિંહે કોંગ્રેસ નેતાઓની સાથે મળીને હાથમાં ગંગાજળ લઇને કહ્યું કે જો તેમની સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરી દેશે. આગળ બોલતાં આરપીએન સિંહે કહ્યું કે તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે આજ સુધી જે પણ વાયદા કર્યા છે તેને પુરા કરવાનો પુરતો પ્રયત્ન કર્યો છે.

કોંગ્રેસે ખાધી ગંગા મૈયાની સોગંધ, સરકાર આવી તો 10 દિવસમાં માફ કરી દેશો ખેડૂતોના દેવા

નવી દિલ્હી: ચાર પ્રદેશોના ચૂંટણી સંગ્રામમાં નેતાઓની દરેક પ્રકારના ચહેરા સામે આવી રહ્યા છે. કોઇ પક્ષ બદલી રહ્યું છે તો કોઇ પાર્ટીના નામ પર ગંગા મૈયાની સોગંધ ખાવા માટે પણ તૈયાર છે. આવું જ કંઇક છત્તીસગઢના કોંગ્રેસ નેતાએ એક પ્રેસ કોન્ફ્રેંસ દરમિયા કર્યું જ્યાં બધાના હાથમાં ગંગાજળ લઇને ગંગા મૈયાની સોગંધ ખાધી છે. 

પૂર્વ કેંદ્રીય મંત્રી આરપીએન સિંહે કોંગ્રેસ નેતાઓની સાથે મળીને હાથમાં ગંગાજળ લઇને કહ્યું કે જો તેમની સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરી દેશે. આગળ બોલતાં આરપીએન સિંહે કહ્યું કે તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે આજ સુધી જે પણ વાયદા કર્યા છે તેને પુરા કરવાનો પુરતો પ્રયત્ન કર્યો છે. ભાજપ પર નિશાન સાધતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમની પાર્ટી ભાજપની માફક નથી. 

તમને જણાવી દઇએ કે છત્તીસગઢમાં 12 નવેમ્બરને પહેલા તબક્કાનું મતદાન પુરુ થયું છે જેમાં 70 ટકા લોકોએ મતદાન કર્યું છે. પ્રદેશમાં પહેલાં તબક્કામાં નક્સલ પ્રભાવિત 18 ચૂંટણી ક્ષેત્રોમાં મતદાન પુરૂ થયું. પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી સેમીફાઇનલ ગણવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news