લગ્ન બાદ આ બંગલામાં રહેશે ઇશા અંબાણી, સુવિધાઓ જાણી થઇ જશો હેરાન

દેશના સૌથી મોટા બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઇશા અંબાણી 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે પ્રભુતામાં પગલા પાડવા જઇ રહી છે. 

લગ્ન બાદ આ બંગલામાં રહેશે ઇશા અંબાણી, સુવિધાઓ જાણી થઇ જશો હેરાન

મુંબઇ/ રાજીવ રંજન સિંહ: દેશના સૌથી મોટા બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઇશા અંબાણી 12 ડિસેમ્બરે આનદજ પિરામલ સાથે પ્રભુતામાં પગલા પાડવા જઇ રહી છે. 50 હજાર સ્કવેર ફૂટ વાળા વર્લી સમુદ્ર કિનારા પર પાંચ માળનો બંગલાનું કામ પૂર્ણ કરવા માટે 1500 વર્કર કામે લાગી ગયા છે. ઘરની અંદર સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. પાંચ માળની આ ઇમારતમાં ત્રણ બેસમેન્ટમાં પાર્કિગ અને સર્વિસની ફેસીલીટી રાખાવામાં આવી છે. 

આમતો ઇશા અંબાણીના પિયર એટલે પિતા મુકેશ અંબાણીનું એન્ટીલિયા હાઇસ દેશ જ નહિં પણ દુનિયામાં ચર્ચિત છે. પરંતુ હવે તેની હવેલી પણ શાનદાર બની રહી છે. પહેલા આ બંગલની માલિકી પિરામલ ગ્રુપની જગ્યાએ હિન્દુસ્તાન યુનિલીવરની પાસે હતી. જેને પિરામલ ગ્રુપે વર્ષ 2012માં 450 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આનંદ પિરામલના પિતા તરફથી દિકરા માટે લગ્નની ભેટ માનવામાં આવી રહી છે. આનંદ ઇશા 12 ડિસેમ્બર લગ્ન સબંધથી બંધાયા બાદ વર્લી પાસે આવેલા બંગલામાં સિફ્ટ થશે. 

19 સપ્ટેમ્બર મળશે બીએમસી પાસેથી મળશે સર્ટિફિકેટ 
મીડિયા રિપોર્ટમાં જણાવામાં આવી રહ્યું છે, કે આ માટે તેમણે 19 સપ્ટેમ્બરે બીએમસીની તરફથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં આવશે. તમને જણાવીએ કે અજય પિરામલ દુનિયામાં આશરે 10 અરબ ડોલરની ફાર્માસ્યુટિકલ્સ, ફાઇનાન્સિયલ સર્વિસીસ, રીઅલ એસ્ટેટ, આઇટી અને ગ્લાસ પેકેજીંગના વ્યાપાર સાથે જોડાયેલા છે. બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર એક એન્ટ્રેસ લોબી છે. અને ઉપરના માળે લિવિંગ અને ડાઇનિંગ હોલ, ટ્રિપલ હાઇટ મલ્ટીપર્પઝ રૂમ, બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડીઝ રૂમ રાખવામાં આવ્યો છે. 

બંગલામાં અલગથી લૌજ એરિયા રાખાવમાં આવ્યો છે. જેમાં ડ્રેસિંહ રૂમ અને સર્વેટ ક્વોટર પણ બનાવામાં આવ્યો છે. આ બંગલામાં હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ટ્રેનિંગ સેન્ટરના એક પ્લોટમાં બનાવામાં આવી રહ્યો છે. જેનું નામ ગુલાટી હતું. સુત્રો દ્વાર મળતી માહિતી અનુસાર બંગલાનું કામ પૂરૂ થઇ ગયું છે. અને હાલ તેમા ઇન્ટીરિયર ફિનિશિંગ આપાવમાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news