GFL કંપની બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસ વોચ ડોગની ભુમિકા નિભાવશે, જ્યાં ખોટુ થશે ત્યાં અવાજ ઉઠાવશે

ઘોઘંબાની GFL કંપનીમાં થયેલ બ્લાસ્ટના ઘટના સ્થળ, ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોની વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ મુલાકત લઈ પરિવારજનો અને ઇજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વધારેમાં વધારે વળતર અપાવવાની પણ બાંહેધરી આપી હતી. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આજરોજ પંચમહાલ ઘોઘંબા નજીક આવેલ જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ બ્લાસ્ટ મામલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
GFL કંપની બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસ વોચ ડોગની ભુમિકા નિભાવશે, જ્યાં ખોટુ થશે ત્યાં અવાજ ઉઠાવશે

પંચમહાલ : ઘોઘંબાની GFL કંપનીમાં થયેલ બ્લાસ્ટના ઘટના સ્થળ, ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોની વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ મુલાકત લઈ પરિવારજનો અને ઇજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વધારેમાં વધારે વળતર અપાવવાની પણ બાંહેધરી આપી હતી. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આજરોજ પંચમહાલ ઘોઘંબા નજીક આવેલ જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ બ્લાસ્ટ મામલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

નેતા વિપક્ષ સુખરામ રાઠવાની સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ એ જી એફ એલ કંપનીના પાછળના ભાગે અડીને આવેલ જીતપુરા ગામની પણ મુલાકત લીઇ મૃતક અને ઇજાગ્રસ્તના પરિવાર જનોને મળી દુઃખદ ઘટના અંગે શાન્તવના પાઠવી હતી. સાથે જ હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લઈ કંપની અને સરકાર તરફથી વધુમાં વધુ વળતર અપાવવાની ખાતરી આપી હતી. પોતે અને કોંગ્રેસ તેઓ સાથે છે તેવો ભરોસો અપાવ્યો હતો.

ઝી 24 કલાક સાથે વાત કરતા સુખરામ રાઠવાએ કંપની સામે કાર્યવાહી કરી આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆત કરવાની વાત કરી હતી. સાથે જ આ મુદ્દે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચામાં મુકવાની ચીમકી સુખરામ રાઠવા એ ઉચ્ચારી હતી.બ્લાસ્ટની ઘટનાને પગલે હાલોલ આવેલા નેતા વિપક્ષે પેપર લીક મામલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોતે આ મામલે મીડિયામાં નિવેદન આપ્યા બાદ ફરિયાદ નોંધાઇ છે, ત્યારે આ મામલે તેઓ વોચ ડોગની ભૂમિકામાં રહેશે. જ્યાં સરકાર આ મામલે ઢાંક પીછોડા કરશે ત્યાં વિરોધ કરવાની પણ વાત સુખરામભાઈ રાઠવાએ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news