પોતાની જાતને અમદાવાદનો 'બાપ' સમજતા અઝહર કિટલીને પોલીસે તેનું સાચુ સ્થાન બતાવ્યું

કુખ્યાત અઝહર કીટલીની ગુજરાત ATS દ્વારા જુહાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેજલપુર પોલીસને હવાલે સોંપવામાં આવ્યો છે.વેજલપુર પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા છે કેવી છે અઝહર કીટલી ક્રાઇમ કુંડળી નજર કરીએ તો...
પોતાની જાતને અમદાવાદનો 'બાપ' સમજતા અઝહર કિટલીને પોલીસે તેનું સાચુ સ્થાન બતાવ્યું

મૌલિક ધામેચા/અમદાવાદ : કુખ્યાત અઝહર કીટલીની ગુજરાત ATS દ્વારા જુહાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેજલપુર પોલીસને હવાલે સોંપવામાં આવ્યો છે.વેજલપુર પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા છે કેવી છે અઝહર કીટલી ક્રાઇમ કુંડળી નજર કરીએ તો...

* 21 વર્ષની ઉંમરે ક્રાઇમની દુનિયામાં પગપેસારો કર્યો
* વર્ષ 2009 ની સાલમાં સૌથી પહેલો ગુનો આચાર્યો
* ધાક ધમકીથી પડાવેલા રૂપિયા દાન અને સેવા કર્યોમાં વાપરતો
* 6 વ્યક્તિઓની ગેંગ રાખી ગુનાઓને અંજામ આપતો હતો
* ગુજસીટોક સહિત 19 ગુનાઓ નોંધાઈ ચુક્યા કીટલી  સામે  

અઝહર કીટલી કદાચ આ નામ હવે ભૂતકાળ થઈ જશે, કારણકે હિન્દી ફિલ્મોમાં ગેંગસ્ટરો જે પ્રમાણે કામ.કરતા હોય છે તેજ પ્રમાણે અઝહર કીટલી ગુનાને અંજામ આપતો હતો.શહેરનાં જુહાપુરા વિસ્તારમાં રહેતો અને નવમું ધોરણ પાસ કરેલો અઝહર કીટલી પોતાના પિતાની ચા ની કીટલી પર કામ કરતો હતો. અને બાદમાં ગાડીના પાટા રીપેરીંગ કરવાનું કામ ગેરેજમાં કરતો હતો. ત્યારબાદ ગાંધીનગર ONGC માં કામ કરતો હતો. તે સમયે અઝહર કીટલીના ડાબા હાથમાં ગંભીર ઇજા થઇ હતી. જેના લીધે તે ફરીથી પોતાના પિતા સાથે ચા ની કીટલી ઉપર કામ કરવા લાગી ગયો હતો. 

જો કે બાદમાં હિન્દી ફિલ્મોથી પ્રેરાઈને ગુનાહિત દુનિયામાં પગપેસારો કર્યો. શરૂઆતમાં જુહાપુરા વિસ્તારમાં આસપાસના નાના મોટા વેપારીઓને ધમકાવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે હિંમત ખુલતા જે લોકો પૈસા નહિ આપતા તેઓની સાથે મારઝૂડ કરવા લાગતો હતો તેવી જ રીતે ગુનાની દુનિયામાં ધીમે ધીમે પોતાનો ગ્રાફ ઊંચો કરવા લાગ્યો પરંતુ પોલીસે અઝહર કિટલીના વધી રહેલા ગ્રાફને એક જ ઝાટકે નીચો કરી નાંખ્યો છે.

મુંબઇ ગેંગસ્ટર મણિયા સુરવેના વહેમમાં ફરનારો અઝહર કીટલી આજે જેલની હવા ખાઈ રહ્યો છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો થયેલો અઝહર કીટલી 19 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ત્યારે ગુજરાત ATS દ્વારા તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી હતી અને વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.મહત્વનું એ છે કે મુંબઈના બે નામચિહ્ન ગેંગસ્ટરની જેમાં એક મણિયા સુરવે અને બીજો સુલતાન મીરઝા આ બંને ગેંગસ્ટરની કામગીરી મુજબ અઝહર કીટલી શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા માંગતો હતો.પરંતુ પોલીસે અઝહર કિટલીની ધરપકડ કરીને તેના તમામ નાપાક ઇરાદાઓને નિસ્તો નાબૂદ કરી દીધા છે.અમદાવાદ શહેરમાં એક જમાનો હતો કે જેમાં ગેંગસ્ટરો પોતાનું રાજ ચલાવતા હતા.પરંતુ કરોની કમર તોડી નાખનારી અમદાવાદ શહેર પોલીસે ફરી એક વખત ઉભા થતા એક ગેંગસ્ટરની જેલ હવાલે કરી દીધો છે. 

જુહાપુરાનો અઝહર કીટલી ડોન બનાવવાના મનસૂબા સાથે ફરતો હતો. પરંતુ ગુજરાત એટીએસની ઝપટમાં આવી જતા અઝહર કીટલી હવે તૂટી પડ્યો છે 06 લોકોની ગેંગ સાથે શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો આંતક માચાવતો હતો ઝોન-7 ના સ્ક્વોડ દ્વારા અઝહર કીટલી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ને તેની ગેંગને પણ નાશ કરી નાખી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news