ENG vs NZ: WTC ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડની મોટી જીત, ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 8 વિકેટે હરાવી 1-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. 

ENG vs NZ: WTC ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડની મોટી જીત, ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું

બર્મિંઘમઃ ભારત વિરૂદ્ધ રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (India vs New Zealand WTC Final) ના ફાઇનલ મુકાબલા પહેલા મેટ હેનરી (36/3) અને નીલ વેગનર (18/3) ની ઘાતક બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે  (New Zealand Beats England) બીજી ટેસ્ટ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ પર મોટો વિજય મેળવ્યો છે. તેણે જો રૂટની ટીમને બીજી ઈનિંગમાં માત્ર 122 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ 38 રનનો લક્ષ્ય 2 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 1999 બાદ ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતી છે. 

આ સાથે ન્યૂઝીલેન્ડે સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની તરફતી પ્રથમ વિકેટ ડેવોન કોનવે (3) વિકેટ પડી, જેને સ્ટુઅર્ડ બ્રોડે આઉટ કર્યો હતો. જ્યારે ટીમને પાંચ રનની જરૂર હતી, તો ઓલી સ્ટોનના બોલ પર વિલ યંગ (8) બોલ્ડ થઈ ગયો હતો. ત્યારબાદ ટોમ લાથમ અને રોસ ટેલરે ટીમને 8 વિકેટે જીત અપાવી દીધી હતી. 

કેપ્ટન ટોમ લાથમ 32 બોલમાં 23 રન બનાવી અણનમ રહ્યો, જ્યારે ટેલર શૂન્ય પર નોટઆઉટ રહ્યો હતો. વિજયી ચોગ્ગો લાથમે ફટકાર્યો હતો. ન્યૂઝીલેન્ડે 10.5 ઓવરમાં 41 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડ 2014 બાદ પોતાના ઘરઆંગણે કોઈ સિરીઝ હાર્યુ છે. ત્યારે શ્રીલંકાએ યજમાન ટીમને પરાજય આપ્યો હતો. 

આ પહેલા ઈંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસના સ્કોર 9 વિકેટ પર 122ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું પરંતુ ચોથા દિવસના પ્રથમ બોલ પર ઈંગ્લેન્ડે વિકેટ ગુમાવી દીધી હતી. ઓલી સ્ટોન (15) ને બોલ્ટે આઉટ કર્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડને માત્ર 38 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

હવે ન્યૂઝીલેન્ડે 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં ભારતની સાથે ડબ્લ્યૂટીસી ફાઇનલ રમવાની છે. આ મુકાબલા પહેલા ઈંગ્લેન્ડ ટીમને હરાવી ન્યૂઝીલેન્ડનો આત્મવિશ્વા વધ્યો હશે. આ જીત ન્યૂઝીલેન્ડ માટે ખુબ મહત્વ ધરાવે છે કારણ કે નિયમિત કેપ્ટન કેન વિલિયમસન પણ બહાર હતો. તે ઈજાને કારણે મેચમાં રમી શક્યો નહીં અને લાથમે કમાન સંભાળી હતી. 

બીજીતરફ કીવી ટીમની આટલી મોટી જીત ભારત માટે ખતરાની ઘંટી સમાન છે. ટીમ ઈન્ડિયા હાલ ક્વોરેન્ટાઈન છે અને પ્રેક્ટિસ મેચ રમી ફાઇલની તૈયારી કરી રહી છે. 

આવો રહ્યો સ્કોર
ઈંગ્લેન્ડઃ 303 & 122
ન્યૂઝીલેન્ડઃ 388 & 41/2

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news