ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારની હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં ઘૂસાડતા હતા. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. 
 

 ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની કરી ધરપકડ

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત હથિયારની હેરાફેરીનું રેકેટ પકડી પાડ્યું છે. 9 હથિયાર અને 6 કારતૂસ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઉત્તરપ્રદેશથી આ હથિયાર લાવી ગુજરાતમાં ઘૂસાડતા હતા. ત્યારે શું આશય હતો ગુજરાતમાં હથિયાર ઘૂસાડવાનો અને કોણ તેને કરતું હતું સપ્લાય જોઈએ આ રિપોર્ટમાં...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગીરફતમાં આવેલા શખ્સોના નામ છે મોહસીન મણિયાર ઊર્ફે મોટા, ફાઝીલ તુર્કી, મતિન તુર્કી, ફૈઝાન તુર્કી અને અનીશ તુર્કી... અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહસીન મણિયાર પાસેથી 5 પીસ્ટલ પકડી પાડી છે જેની પૂછ પરછ કરતા સામે આવ્યું છે કે આરોપી થોડા સમય પહેલા સરખેજમાં ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો. ત્યારે ઇડરના કલ્પેશ ઠાકોર નામના શખ્સના પરિચયમાં આવ્યો હતો. કલ્પેશ ઠાકોર અનેક વાર હથિયારની હેરાફેરી કરી ચૂક્યો હતો. તેની પાસેથી આ હથિયારો મોહસીને મંગાવ્યા હતા. જેનું શહેરમાં વેચાણ કરી પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બીજા કેસમાં સાબરમતિ રિવર ફ્રન્ટરોડ પરથી ફાઝીલ તુર્કી, મતિન તુર્કી, ફૈઝાન તુર્કી ,અનીશ તુર્કીને પકડી પાડ્યા... જેમની પાસેથી  એક પીસ્ટલ, બે દેશી તમંચા, એક દેશી તમંચો , 6 કારતૂસ સહિત 4 મોબાઈલ કબ્જે કર્યા છે. જે ચાર આરોપી ફાઝિલ અને અનીશ ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લના વતની છે અને ત્યાંથી જ આ હથિયારો લાવીને તેઓ વેચાણ કરવાના હતા આ આરોપી પૈકી અનીશ તુર્કી અગાઉ શાહિબાગમાં એક વર્ષ પહેલા મારા મારીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.

ચાર આરોપીઓ ઉત્તરપ્રદેશથી કોની પાસેથી આ હથિયારો લાવ્યા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે..આ અંગે વધુ તપાસ કરતા સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ 20 થી 25 હજારમાં હથિયાર લાવીને 50 હજાર સુધીમાં ગુજરાતના ગુનેગારોને વેચતા હતા...ત્યારે હાલતો પોલીસ દ્વારા આરોપીઓને પકડીને કેટલા સમયથી આ રેકેટ ચલાવવામાં આવતું અને કેટલા હથિયારો અને તે ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યા છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news