કમુરતામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ ભાજપ પ્રમુખને ભારે પડી, 24 કલાકમાં તક્તી ઉતારી લેવાઈ

BJP Office Opening : વડોદરામાં ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાટન બાદ વિવાદ... રવિવારે તકતીનું અનાવરણ કરી સોમવારે ઉતારી દેવાઈ... તકતીમાં શહેર પ્રમુખનું જ હતું નામ.. સ્થાનિક સાંસદ, ધારાસભ્યોના નામનો નહોતો ઉલ્લેખ..

કમુરતામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ ભાજપ પ્રમુખને ભારે પડી, 24 કલાકમાં તક્તી ઉતારી લેવાઈ

Vadodara New : વડોદરા શહેર ભાજપમાં વિવાદો પૂરા થવાના નામ નથી લઈ રહ્યાં. ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાન બાદ કાર્યાલયમાં લાગેલી તક્તી પર તકરાર શરૂ થઈ. રવિવારે તક્તીનું અનાવરણ અને સોમવારે તક્તી ઉતારી લેવાઈ.તખ્તી પરથી સાંસદ, મેયર, ધારાસભ્યોનાં નામોની બાદબાકીથી વિવાદ વકર્યો. જેથી ભાજપ કાર્યાલયની તકતી પ્રદેશ મોવડી મંડળના આદેશ બાદ 24 કલાકમાં જ હટાવી લેવાઈ છે. પ્રદેશના નેતાઓની નારાજગી અને પ્રદેશ પ્રમુખની સૂચના બાદ તાત્કાલિક તકતી દૂર કરાઈ છે. આ ઘટના બાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે, કમુરતામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહને ભારે પડી છે.

પાટીલે અનાવરણ કરેલી તકતી હટાવી લેવાઈ
વડોદરાના કારેલીબાગ જલારામ મંદિર રોડ ઉપર નવું નમો કમલમ બનાવવામાં આવ્યું છે. 3 માળનુ કોર્પોરેટ સ્ટાઇલથી આધુનિક જરૂરિયાત સમાવતું નમો કમલમ છે. ત્યારે રવિવારે 22 ડિસેમ્બરના રોજ આ કાર્યાલયનું ઉદઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું. સ્થાનિક ધારાસભ્ય, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પરંતું ભાજપના નવા કાર્યાલયને પહેલા જ દિવસે વિવાદનો સામનો કરવો પડ્યો છે. માત્ર 24 કલાકમાં નવા બનેલા કાર્યાલયની તખ્તી હટાવી લેવામાં આવી છે. તખ્તા પલટ તો આપણે સાંભળ્યું હતું, પરંતુ અહી તો તખ્તી પલટ થઈ છે. 

શું થયો હતો વિવાદ
વડોદરા શહેર ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન થયા બાદ વિવાદ સામે આવ્યો છે. શહેર ભાજપના નવા કાર્યાલય ખાતે લગાવેલી તકતી વિવાદ થતા 24 કલાકમાં ઉતારી લેવાઈ છે. રવિવારે તકતીનું અનાવરણ કરાયું, સોમવારે તક્તી ઉતારી લેવાઈ હતી. વડોદરામાંથી એકમાત્ર શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહનું નામ હોવાથી વિવાદ વકર્યો હતો. તકતીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ડો વિજય શાહના નામ તક્તી પર લખાયેલા હતા. પ્રદેશ મોવડી મંડળ, શહેર પ્રભારી, સાંસદ, ધારાસભ્યોનું નામ તકતીમાં ન હોવાથી ભારે નારાજગી વ્યાપી હતી. તેથી પ્રદેશ મોવડી મંડળના આદેશથી તક્તી તાત્કાલિક ઉતારી લેવાઈ હતી. આમ, કમુરતામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ ડો વિજય શાહને ભારે પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news