અસામાજીત તત્વોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એવી મજાક ઉડાવી વાંચી તમારુ લોહી ઉકળી ઉઠશે
Trending Photos
રાજપીપળા : ઓનલાઇન વસ્તુઓ ખરીદ અને વેચાણ કરતી વેબસાઇટ ઓએલએક્સ પર કોઇ વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવા કાઢ્યાની તસ્વીર વાયરલ થતા વિવાદ પેદા થયો હતો. જેના કારણે તંત્ર સફાળું જાગ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધિકારીએ કેવડિયા કોલોની પોલીસ સ્ટેશન ખાતે અધિકારીક ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ ફરિયાદમાં અજાણ્યા વ્યક્તિ અને વેબસાઇટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ સાયબર એક્સપર્ટ્સની મદદ લઇને આ વ્યક્તિને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.
વેબસાઇટ પર વેચવા કાઢી હતી. નીચે વિગતમાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી મુર્તિને વેચવાની છે, દેશમાં મેડિકલના સાધનો અને ફંડની જરૂર હોવાથી તત્કાલ મુર્તિ વેચવાની છે. આ મુર્તી માટે તેણે 30 હજાર કરોડ રૂપિયાની કિંમત પણ મુકી હતી. જો કે સરદાર પટેલ દેશની એકતાનું પ્રતિક હોઇ અનેક લોકોની લાગણી દુભાઇ હતી. ટ્રસ્ટને પણ આ વાતની જાણ થતા તત્કાલ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. હાલ આ શખ્સને ઝડપીને તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે