સાવધાન : Coronavirusએ બદલ્યો પોતાનો દાવ, સુરતમાં મળ્યો પરચો
આ સંજોગોમાં લાગે છે કે કોરોના વાયરસે પોતાનો દાવ બદલ્યો છે અને સુરત શહેરના લોકોએ ચેતી જવાની જરૂર છે.
Trending Photos
સુરત : સુરતમાં હાલમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે અને ખાસ વાત તો એ છે 68 વર્ષીય વૃદ્ધમાં કોરોનાના કોઈ જ લક્ષણો ન હોવા છતાં એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હસનચાચા પટેલ નામની વ્યક્તિનો આ રિપોર્ટ જોઈને આરોગ્ય વિભાગને પણ આંચકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ કોરોના દર્દીના સંપર્કમાં આવતા વૃદ્ધ સંક્રમિત થયા હતા. હાલ વૃદ્ધને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
આ રાજ્યનો પ્રથમ એવો કેસ છે જેમાં દર્દીમાં કોઈ પણ લક્ષણ વગર તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સંજોગોમાં લાગે છે કે કોરોના વાયરસે પોતાનો દાવ બદલ્યો છે અને સુરત શહેરના લોકોએ ચેતી જવાની જરૂર છે.
આ કેસની વિગતો જોઈએ તો તાજેતરમાં રાંદેર વિસ્તારમાં રહેતા કોરોનાગ્રસ્ત એહસાન પઠાણનું મોત થયું હતું. હાલ જે વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ એહસાન પઠાનના સંપર્કમાં હતા. પરંતુ તેમના શરીરમાં કોઈ પણ પ્રકારના કોરોના લક્ષણ (ખાંસી, ઉધરસ અને તાવ) નહોતા. પરંતુ કોમ્યુનિટી ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે