Vadodara corporation News

VADODARA માં કોન્ટ્રાક્ટરોએ ટોળકી રચીને કોર્પોરેશન પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા
પાલિકાના રોડના વાર્ષિક કોન્ટ્રાકટમાં કોન્ટ્રાકટરોએ રીંગ અને સિન્ડિકેટ બનાવી ટેન્ડર ભર્યા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોન્ટ્રાકટરોએ સિન્ડિકેટ બનાવી અધિકારીઓની ગોઠવણથી કોન્ટ્રાક્ટ લેવાનો કારસો રચ્યો હોવાના આક્ષેપ થતાં રોડના કોન્ટ્રાક્ટ મામલે વિવાદ થયો છે. વડોદરા કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડના કોન્ટ્રાક્ટ મંજૂર કરવા માટેની દરખાસ્ત મૂકી છે. જેના પર 8 જુલાઈના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડની દરખાસ્ત આવતા મોટો વિવાદ થયો છે. કારણ કે રોડના તમામ 4 કોન્ટ્રાક્ટરોએ પસંદગીના ઝોન નક્કી કરી લીધા અને તે મુજબ ભાવો ભર્યા હતા. ચારે કોન્ટ્રાકટરોને કોર્પોરેશનના અંદાજ કરતાં 27.21 ટકાનો વધુ ભાવ અધિકારીએ મંજૂર કરી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મોકલી છે. જેનાથી કોર્પોરેશનને 40 કરોડના કામોમાં 10.88 કરોડ વધારે ચૂકવવાનો વારો આવશે.
Jul 7,2022, 20:24 PM IST

Trending news