રાજકોટ AIIMSમાં મુકાયું CPET મશીન, હાર્ટએટેકની ઘટનાઓ વચ્ચે ભવિષ્ય ભાખતી સિસ્ટમ તૈયાર
રાજકોટ AIIMS હાર્ટ એટેકનું ભવિષ્ય ભાખતું એક CPET મશીન મુકાયું છે. હાર્ટએટેકની ઘટનાઓ વધતા આ મશીન આવનારા સમયમાં ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ આધુનિક મશીન મુકાયું છે.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાત સહિત દેશ-દુનિયામાં હાર્ટએટેકને કારણે અનેક મોતના અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં અનેક સ્ટાર્સથી માંડી ક્રિકેટ પ્લેયરો અને આમ જનતાના કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ આવી સ્થિતમાં હાર્ટએટેકની અગાઉથી ખબર પડી જાય તો જીવ બચાવી શકાય છે. આ સંદર્ભે રાજકોટ AIIMSમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
રાજકોટ AIIMS હાર્ટ એટેકનું ભવિષ્ય ભાખતું એક CPET મશીન મુકાયું છે. હાર્ટએટેકની ઘટનાઓ વધતા આ મશીન આવનારા સમયમાં ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ આધુનિક મશીન મુકાયું છે. જેમાં ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષીય યુવાનનો ટેસ્ટ કરાયો હતો. ફેંફસા અને હૃદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPET મશીનમાં થશે. યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી સરળતાથી મળી શકશે.
નોંધનીય છે કે, અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ જેમ્સ મિને હાર્ટએટેકનું ભવિષ્ય જોતી એક સિસ્ટમ તૈયાર કરી છે. જેમ્સ મિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેસ્ડ ઈવેલ્યુએશન સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમમાં શરીરની અંદર જવાની જરૂર નથી. આ નવી સિસ્ટમ શરીર બહાર રહીને નસોમા જમા થનાર પ્લાકને પામીને હાર્ટએટેકનો ખતરો છે કે નહીં તેની જાણકારી આપી દેશે.
સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
આ સિસ્ટમની મદદથી હૃદયરોગના પ્રારંભિક લક્ષણો પણ જાણી શકાય છે. ધમનીઓની દિવાલો પર ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય તત્ત્વો જમા થતાં હોય છે જેને કારણે હાર્ટએટેક આવે છે. આ પછી, ડોક્ટર અથવા નિષ્ણાત દર્દીની સારવાર માટે તે મુજબનું આયોજન કરી શકે છે. આ સિસ્ટમનું 84 ટકા જેટલું સાચું પરિણામ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે