કાવતરું રચનારને તેના ફળ મળી રહ્યા છે, આ કોઇ બદલાની રાજનીતિ નથી: સીઆર પાટીલ

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારની પણ શંકાસ્પદ ભૂમિકા રહેલી છે. જ્યારે તીસ્તા સેતલવાડ NGO મારફતે વિદેશમાંથી નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો.

કાવતરું રચનારને તેના ફળ મળી રહ્યા છે, આ કોઇ બદલાની રાજનીતિ નથી: સીઆર પાટીલ

ઝી બ્યુરો/સુરત: 2002ના ગુજરાત રમખાણો સાથે સંકળાયેલા કેસમાં પીએમ નરેન્દ્ર મોદીને મળેલી ક્લીન ચીટ સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. આ મામલે આજે ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે સુરતથી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે પીએમ મોદીને ફસાવવાનું કાવતરુ ગણાવ્યું છે. પાટીલે જણાવ્યું હતું કે, આખરે સુપ્રીમકોર્ટના ચુકાદાથી દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ ગયુ છે. જે વ્યક્તિઓએ કાવતરૂં રચ્યુ હતુ તેની વિરૂદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જેથી આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે. 

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારની પણ શંકાસ્પદ ભૂમિકા રહેલી છે. જ્યારે તીસ્તા સેતલવાડ NGO મારફતે વિદેશમાંથી નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે SCના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે. આ કોઇ બદલાની રાજનીતિ નથી. સુપ્રીમ કોર્ટનું 300 પેજનું જજમેન્ટ છે. PM મોદીને માત્ર બદનામ કરવાની નહી પણ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર હતું. જે બહાર આવ્યું છે તેના અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.

સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આ કાવતરાના સુત્રધારોને તેમના ફળ મળી રહ્યાં છે. આ કાવતરું રચવામાં આવ્યું, ત્યારે બન્ને સરકારી અધિકારીઓ હતા, આથી વધારે ગંભીર બને છે. SITની તપાસમાં ક્લીન ચીટ મળી હોવા છતાં તીસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. આથી તીસ્તા સેતલવાડ, IPS સંજીવ ભટ્ટ અને શ્રીકુમાર વિરુદ્ધ 486,471,182 અને 120B હેઠળ ગુનો દાખલ થયો છે. આ ત્રણેયની સામે કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news