Maharashtra Political Crisis: 24 કલાકમાં પદ ગુમાવશે મહારાષ્ટ્રના બળવાખોર મંત્રી, સંજય રાઉતે કેમ આપ્યું આ નિવેદન
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં સત્તાને લઇને ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંજય રાઉતે બળવાખોર શિવસેના નેતાઓ માટે મોટી વાત કરી છે. આવો તમને જણાવીએ સંજય રાઉતે શું કહ્યું...
Trending Photos
Maharashtra Political Crisis: શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારના દાવો કર્યો કે એકનાથ શિંદેના જૂથમાં ગયેલા મહારાષ્ટ્રના બળવાખોર મંત્રી 24 કલાકમાં તેમનું પદ ગુમાવી દશે. આ પહેલા દિવસમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીએ શિવસેના અધ્યક્ષ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્યના વરિષ્ઠ મંત્રી શિંદેના નેતૃત્વવાળા બળવાખોર ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત ક્યા છે.
તેમને હટાવવાની પ્રક્રિયા ચાલુ
સાંજે એક મરાઠી સમાચાર ચેનલમાં રાઉતે કહ્યું- તેમને હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું- ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે જેવા મંત્રીઓને શિવસેનાના વફાદાર કાર્યકર્તા માનવામાં આવતા હતા, જેમણે ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે. તેમણે ખોટો માર્ગ અપનાવ્યો છે અને તે 24 કલાકમાં પોતાનું પદ ગુમાવી દેશે.
શિંદે માટે શું કહ્યું રાઉતે
બળવાખોર જૂથના અન્ય મંત્રી શંભૂરાજ દેસાઈ, અબ્દુલ સત્તાર અને બચ્ચુ કડુ છે. કડૂ, પ્રહાર જનશક્તિ પાર્ટીના પ્રમુખ છે જે શિવસેનાના નેતૃત્વવાળા સત્તારૂઢ ગઢબંધનનો ભાગ છે. રાઉતે આ પણ દાવો કર્યો કે જ્યારે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ એકાંતરે બંને પક્ષો પાસે રહેશે, તો ઠાકરેના મનમાં આ ટોચની પોસ્ટ માટે શિંદેનું નામ હતું.
શિવસેનાએ કોંગ્રેસ-NCP સાથે કેમ કર્યું ગઠબંધન?
રાજ્યમાં 2019 ની ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ વારાફરતી રાખવાના મામલે બંને સહયોગીઓ વચ્ચે ગઠબંધન તૂટ્યુ, જે બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કર્યું. રાઉતે તે પણ કહ્યું કે અડધા બળવાખોરોને હિન્દુત્વથી કોઈ લેવા-દેવા નથી, પરંતુ તે પ્રવર્તન ઇડીની તપાસનો સામનો કરી રહ્યા છે.
(ભાષા ઇનપુટની સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે