પાટીદારોમાં તડા? નરેશ પટેલે કહ્યું પાટીદાર CM, આર.પી પટેલે કહ્યું પાટીદાર નહી સારો માણસ હોવો જોઇએ

પાટીદાર આગેવાનોની બેઠક બાદ રાજકારણ ગરમાયું છે. આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઇએ તેવી માંગણીના કારણે તમામ પક્ષો પાટીદારોનું સમર્થન મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. પાટીદાર સમાજનો વ્યક્તિ CM બને તેને લઇ રાજનીતિ યથાવત છે. તેવામાં પાટીદારોમાં જ તડા પડ્યાં હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

પાટીદારોમાં તડા? નરેશ પટેલે કહ્યું પાટીદાર CM, આર.પી પટેલે કહ્યું પાટીદાર નહી સારો માણસ હોવો જોઇએ

ગૌરવ પટેલ/અમદાવાદ : પાટીદાર આગેવાનોની બેઠક બાદ રાજકારણ ગરમાયું છે. આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઇએ તેવી માંગણીના કારણે તમામ પક્ષો પાટીદારોનું સમર્થન મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. પાટીદાર સમાજનો વ્યક્તિ CM બને તેને લઇ રાજનીતિ યથાવત છે. તેવામાં પાટીદારોમાં જ તડા પડ્યાં હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

સમગ્ર મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી. પટેલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પોલિટિકલ ચર્ચા આ બેઠકમાં થઇ નથી. લાગણી નરેશભાઈની હતી પણ CM નક્કી કરવા તે કોઇ પણ પક્ષનો મામલો છે. દરેક સમાજ ઇચ્છે કે પોતાનો કોઇ વ્યક્તિ સારા પદ પર હોય. નરેશ ભાઇને પુછાયેલા સવાલ હતો કે, પાટીદાર સમાજનો મુખ્યમંત્રી ગમે કે ના ગમે તેનો જવાબ આપ્યો હતો. આ નિવેદનથી કોઇ સમાજની લાગણી દુભાય તે માટે નહોતી. 

જ્યારે કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી બને તો તો કોઇ એક સમાજનો નહી પણ સર્વ સમાજનો બને છે. અમારી એટલી જ અપેક્ષા કે જે કોઇ મુખ્યમંત્રી કે મંત્રી હોય એ તમામ સમાજના પ્રશ્નોનું સત્વરે નિકાલ કરે છે. 6 સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે મળી હતી. બિન અનામત આયોગ અને ચેરમેનની નિમણુંક બાકી છે તેને લઇ થઇ ચર્ચા થઇ છે. 

બિન અનામત આયોગનું પોર્ટલ બંધ છે તેને લઇ સરકારને રજુઆત કરાશે. એટલે જ કહું છું પાટીદાર સમાજ સંકુચિત નથી. તમામ સમાજને સાથે રાખી ચાલનારો પાટીદાર સમાજ છે. અનામત આંદોલન બાદ સમાજ અને સરકાર વચ્ચે સંકલન માટે એક સમિતિ બનાવી હતી. જેની ત્રણ મહિને બેઠક કરવાનું નક્કી કરાયું હતું જેના ભાગ રૂપે બેઠક હતી. અમારી બેઠક અગાઉ ભાજપ ની અને બેઠકના બીજા દિવસે કેજરીવાલનુ ગુજરાત આવવું એ એક માત્ર સંજોગ છે. બીજા સમાજની કોઇ લાગણી દુભાઇ હોય તો દરેક સમાજોને અપીલ આવા કો્ઇ અભિગમ સાથેની વાત ન હતી. 

આ વાતને લાગણી દુભાવાની રીતે ન લેવી જોઇએ. જો કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી બને તો તે પોતાના સમાજનું ગૌરવ હોય છે. પાટીદાર સમાજ જરા પણ સંકુચિત નથી. કોઇ પણ પક્ષ તેને યોગ્ય લાગે તેવો મુખ્યમંત્રી રાખી શકે છે. જો તે પ્રજાવત્સલ હશે તો દરેક સમાજ તેને મત આપશે જ તેમા કોઇ બે મત નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news