સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં 30 ફૂટનું ગાબડું, બે ગામો બન્યા સંપર્ક વિહોણા
સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ગાબડું મોટું પડતાં બે ગામો સંપર્ક તૂટ્યો છે. કેનાલના પાણી ફરી વળતા પાંચ કિમી સુધી અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા છે.
Trending Photos
સચીન પીઠવા/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ગાબડું મોટું પડતાં બે ગામો સંપર્ક તૂટ્યો છે. કેનાલના પાણી ફરી વળતા પાંચ કિમી સુધી અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા છે. વર્ષો પછી અનેક રજૂઆતો કરવાથી બનાવામાં આવેલો રોડ પણ ઘોવાઇ ગયો છે. મહત્વનું છે, કે વઢવાણના મળોદ અને વાઘેલા વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું હતું.
કેનાલમાં અનેક જગ્યાએ જર્જરીત હાલતમાં
કેનાલ પાણીથી છલો છલ ભરેલી છે અનેક જગ્યાએ કેનાલની હાલક જર્જરીત હાલતમાં હોવાથી જોખમ વધી રહ્યું છે. આ કેનાલમાં 30 ફુટનું ગાબડું પડ્યું છે. કેનાલના પાણી ગામમાં ઘૂસ્યા હોવાથી ગામ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની પ્રાથમિક શાળા ફરતા પાણી ભરાયા શાળા બંધ કરવાની ફરજ પડી હતી. વાઘેલાના સરપંચ ખુદ પાણીમાં ફસાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
મોટી સંખ્યામાં ખેડૂતોને પણ નુકશાન
કેનાલમાં આશરે 30 ફૂટ જેટલું ગાબડું પડવાને કારણે વાધેલા ગામના મોટા ભાગના ખેડૂતોના પાકને નુકશાન થયું છે. કેનાલમાં વધારે માત્રામાં પાણી ભરેલુ હોવાથી ખેતરોમાં પાંચ કિ.મી સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાઇ જવાથી બે ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. કેનાલ હાલત જર્જરીત હોવાથી બીજી જગ્યાઓ પર પણ ગાબડાઓ પડવાની શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે