surendranagar

બે ચાકૂ લઇને સાસરીમાં પહોંચ્યો જમાઇ, આ રીતે સાળી અને સસરાની કરી હત્યા

સુરેન્દ્રનગરમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. સરોડી ગામમાં એક યુવક પોતાની સાસરીમાં પહોંચીને સાળી અને અને સસરાની ચાકૂ વડે રહેંશી નાખી હત્યા કરી હતી

Jan 6, 2021, 08:47 PM IST

ઉત્તરાખંડ ફરવા ગયેલા ત્રણ ગુજરાતી મિત્રોની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત, એક લાપતા

  • જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી

Nov 8, 2020, 08:46 AM IST

સુરેન્દ્રનગરમાં પ્રથમ ગુજસીટોક ગુનો નોંધાયો, ઝડપાયેલા 13 આરોપીઓમાંથી 6 છે રીઢા ગુનેગાર

  • અગાઉ પણ આ ગેંગના આરોપીઓ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે અને કોર્ટના હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આરોપીઓ જામીનમુક્ત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખતા હતાં

Oct 29, 2020, 11:06 AM IST

મારા અને સીએમ વચ્ચે કોઈ જ વિખવાદ નથી, એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું: સીઆર પાટીલ

ભાજપ પ્રમુખ સી આર પાટીલે ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. કોંગ્રેસમાંથી જે તે સમયે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે. 

Oct 26, 2020, 02:11 PM IST

લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ

લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખેસ પહેરાવી લાલજી મેરનું સ્વાગત કર્યું. લાલજી મેર સાથે 20થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટ ફટકો લાગ્યો છે. ત્યારે લાલજી મેર અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો અને હોદ્દેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Oct 26, 2020, 01:42 PM IST

સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે છે. જિલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. આ ઉપરાંત લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કરશે. ત્યારે સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

Oct 26, 2020, 10:29 AM IST

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી: ૧૯૭૨ થયું હતું સૌથી ઓછું મતદાન, જ્યારે ૨૦૧૨માં થયું હતું સૌથી વધુ મતદાન

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની લીંબડી પેટા ચૂંટણી અન્વયે તારીખ ૩ જી નવેમ્બરના રોજ મતદાન થનાર છે,

Oct 24, 2020, 05:32 PM IST

સુરેન્દ્રનગર: દરોડા પાડવા ગયેલી પોલીસ પર જુગારીઓ હાવી, પોલીસની રિવોલ્વર પણ છીનવાઇ

જિલ્લામાં જુગારધામ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે. બીજી તરફ કાયદો તોડનારાઓ પણ બેખોફ બન્યા છે. સુરેન્દ્રનગરમાં જાણે કાયદાનું રાજ નહી હોવાનું લોકો માની રહ્યા છે. જુગારધામની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે. અનેક વખત પોલીસે જુગારધામ પર દરોડાના પ્રયાસ કર્યા પરંતુ કેટલાક માથાભારે વ્યક્તિઓ પોલીસ પર હુમલો કરી પોલીસને પણ ડરાવીને ભગાડી મુકી હતી.

Oct 23, 2020, 10:45 PM IST

ભાજપના સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદને 2 વર્ષની જેલ અને 2.97 કરોડનો દંડ

  1.48 કરોડ રૂપિયાનાં ચેક 2016માં રિટર્ન થવાના કિસ્સામાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને કલોલ કોર્ટ 2 વર્ષની સાદી કેદની સજા અને 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 13 ઓક્ટોબર 2016ના રોજ અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફતેહપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી. રાજકોટ જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા. વકીલ ભાનુ પટેલે પોતાના લેટરપેડમાં જણાવ્યું કે,  પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા મિત્રો અને એકબીજાના પરિચિત હતા.  દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ ખાતે ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યું હતું.

Oct 3, 2020, 09:01 PM IST
Fire Broke Out At Covid Hospital In Surendranagar PT3M38S

સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી

Fire Broke Out At Covid Hospital In Surendranagar

Sep 29, 2020, 05:15 PM IST

સફાઈ કામદારોની માંગણીઓ પૂર્ણ થતા 20 દિવસથી ચાલી રહેલા આંદોલન સમેટાયું

અંતે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવતી સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ નગરપાલિકા પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની હાજરીમાં વહીવટદાર, ચીફઓફિસર સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના ઉપવાસ આંદોલનને સમેટવામાં આવ્યું છે.

Sep 19, 2020, 03:16 PM IST

સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ અને સરકારની ઉદાસીનતાએ વધારે એક ખેડૂતનો ભોગ લીધો

ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ છે. સતત વરસાદના કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટા પાયે પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે

Sep 18, 2020, 07:07 PM IST

સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઈંચ, વઢવાણમાં પાંચ ઈંચ જેટલો વરસાદ, જાણો રાજ્યના અન્ય જિલ્લાની સ્થિતિ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

Aug 13, 2020, 06:45 PM IST

સુરેન્દ્રનગર: પુનાથી મોરબી જઇ રહેલો યુવાન કાળનો કોળીયો બન્યો, કેનાલમાં ડુબી જતા મોત

નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનો ડુબી જતા એકનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનનાં તહેવારે જ એક યુવક કાળનો કોળીયો બની જતા અરેરાટી વ્યાપી ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં પડેલા બે યુવકોમાંથી એક યુવકનું મોત નિપજ્યું હતું. આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે કેનાલમાં ન્હાવા પડેલા મોરબીના યુવકનું મોત નિપજ્યું હતું. પુનાથી કારમાં મોરબી માતાને મળવા જઇ રહેલા યુવકે સ્વપ્ને પણ વિચાર્યું નહી હોય કે નર્મદાની કેનાલમાં મોત રાહ જોઇને બેઠો હશે. 

Aug 3, 2020, 05:06 PM IST

સુરેન્દ્રનગર: હોટલની રૂમમાંથી યુવક લોહીયાળ હાલતમાં આવ્યો બહાર, અંદર હતી સ્વરૂપવાન યુવતી

લીંબડીની  હોટલ યોગીમાંથી ગળુ કપાયેલી હાલતમાં એક યુવક બહાર નિકળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીકળેલા આ યુવક સાથે એક યુવતી પણ બેડ પર મૃતહાલતમાં પડેલી મળી હતી. આ યુવક યુવતી બંન્ને હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. તેઓ અહીં રૂમ બુક કરાવીને રોકાયા હતા. જો કે ઘરેથી બંન્ને લગ્ન કરવાનાં ઇરાદાથી નિકળ્યાં હતા. જો કે અચાનક તે એવું શું થયું કે, અચાનક બંન્ને લોહીયાળ હાલતમાં મળી આવ્યા. હાલ તો આ સમગ્ર ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. 

Jun 26, 2020, 04:41 PM IST
Narmada Canal damaged in surendranagar near Bhadvana village PT1M27S

સુરેન્દ્રનગર: નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડ્યું

Narmada Canal damaged in surendranagar near Bhadvana village. for more details watch video.

Jun 22, 2020, 01:55 PM IST

ગુજરાતમાં જંગલરાજ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ફાયરિંગની ઘટના 6 લોકો ઇજાગ્રસ્ત

શહેરનાં મનહરપરામાં મોલીક કુરેશી નામના  વ્યક્તિ પર મોડી રાત્ર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ઇમ્તિયાઝ સાઉમાં અને તેના સાગરીતો સહિત 8 શખ્સો દ્વારા ધાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો. ત્યાર બાદ હવામાં ફાયરિંગ કરીને તેઓ નાસી છુટ્યા હતા. જે અંગે જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. આ મુદ્દે 2 ભરેલા અને 4 ખાલી કાર્ટીસ પણ પોલીસે કબ્જે લીધા છે. આ શખ્સો દ્વારા 8 વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા સીસીટીવીનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ફાયરિંગ જૂની અદાવતમાં થયું હોવાનું સામે આવ્યું છે. 

Jun 18, 2020, 11:49 PM IST
4 more corona case reported in Surendranagar and one case in Dhoraji PT3M19S

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ 4 કેસ, ધોરાજીમાં પણ એક કેસ નોંધાયો

4 more corona case reported in Surendranagar and one case in Dhoraji rajkot watch video on zee 24 kalak.

May 22, 2020, 11:10 AM IST