ગાબડું News

પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST
પાટણ : નર્મદા કેનાલમાં ગાબડાંને પગલે ખેડૂતો ચિંતામાં
પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં કમોસમી માવઠાએ જગતના તાત પર લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે રવિ સીઝન ખેડૂતો ને સારી નીવડશે જેવી આશાએ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના ખેડૂતોએ પેટે પાટા બાંધીને વ્યાજે રૂપિયા લાવી રવિ સીઝન નું વાવેતર કર્યું. જોકે નર્મદા વિભાગના ભ્રષ્ટ વહીવટ અને નર્મદાની કેનાલની હલકી ગુણવત્તાની કેનાલોને લઈ ચિંતિત બન્યા છે. હાલમાં ભાટસર ગામની નર્મદાની માઇનોર કેનાલમાં અતિશય લીલ તેમજ પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગત મોડી રાત્રે 30 ફૂટ જેટલું ગાબડું પડતા આસપાસના 50 વીઘા ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ એરંડાના પાકમાં પાણી ફરી વળ્યાં છે જેને લઈ પાક નિષ્ફળ નીવડશે એવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
Feb 2,2020, 19:50 PM IST

Trending news