thief

Cold Drink ની એક બોટલ 36 લાખ રૂપિયામાં પડી, ડિસ્કાઉન્ટના ચક્કરમાં આ રીતે ફસાયો વ્યક્તિ

અમેરિકામાં એક વ્યક્તિને કોલ્ડ ડ્રિંકની બોટલના પૂરેપૂરા પૈસા ન ચૂકવવા ભારે પડ્યા. આરોપી પર 50,000 ડોલર એટલે કે 36 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. એટલું જ નહીં તેણે સાત વર્ષ જેલમાં પણ પસાર કરવા પડી શકે છે. આ બાજુ આરોપી વ્યક્તિએ સાવ સામાન્ય અપરાધ માટે આટલી મોટી સજા ન આપવાની કોર્ટને ગુહાર લગાવી છે. તેનું કહેવું છે કે તે 36 લાખ ભરવા માટે સક્ષમ નથી. 

Sep 22, 2021, 11:05 AM IST

અમદાવાદમાં રેવન્યુમાં પ્રેક્ટીસ કરતા વકીલના ઘરે લાખોની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદના પાલડી વિસ્તારના ધરણીધર ચાર રસ્તા પાસે આવેલા અક્ષત એપાર્ટમેન્ટના બી-2 બ્લોકમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નીતિન શાહના ઘરમાં આ ચોરીની ઘટના બની છે.

Jul 14, 2021, 05:21 PM IST

SURAT: વાહન ચોરીમાં આખા સુરતને ગાંડુ કરનાર ચોરને પોલીસે ઝડપી લીધો

વાહનચોરીની ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે લોકોના લાખો રૂપિયાના વાહનો ચોરાઈ રહ્યા છે. સુરત શહેર પોલીસે બાઈક ચોરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. પુણાગામ સીતાનગર ચોક પાસેથી એક વાહનચોરને ક્રાઇમબ્રાંચે પકડી પાડી ચોરીની 20 પૈકી 19 બાઇકો 3.90 લાખની કબજે કરી છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, આરોપી વડલીગામથી બસમાં સુરત આવી રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. 

Jul 9, 2021, 09:04 PM IST

PATAN: દેશના ટોચના ઉદ્યોગપતિ કરતા પણ વધારે કમાતો ચોર, એક સેકન્ડમાં 3.15 લાખ રૂપિયાની તફડંચી

ચાણસ્મા ડેપોમાંથી વડાવલી જવા એસ ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સને સિફત પૂર્વક બ્લેડથી ચેકો મારી સોનાના  દાગીના કોઇ અજાણ્યા ઈસમે ચોરી કરી પલાયન થઇ ગયો હોવાની ધટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચાણસ્મા પોલીસે બસ સ્ટેન્ડમાં લાગેલ સીસી ટીવી તપાસ કરતા તેમાં શંકાસ્પદ યુવતી જોવા મળતા અને તપાસ કરી યુવતીને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો હતો. સોનાના દાગીનાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Jul 3, 2021, 06:03 PM IST

જિમ ટ્રેનર લૉકડાઉનને પગલે ચોરીના રવાડે ચડયા, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

કોરોનાને કારણે રાજ્યમાં સરકારે જિમ બંધ કરી દીધા છે. તેવામાં બોપલમાં જિમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા ત્રણ લોકોએ સાથે મળી ઘરફોડ ચોરીનું કામ શરૂ કર્યું હતું. 
 

Jun 6, 2021, 04:21 PM IST

SURAT: પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા અને જરૂરિયાત સંતોષવા ચોરીના રવાડે ચડ્યો, ટેટુએ હીરા ચોરનો ભાંડો ફુટ્યો

વરાછા હિરાપન્ના કોમ્પલેક્ષમાં આવેલા રુષીક સરીન એન્ડ ફોર્પી નામના હીરાના કારખાનાને રવિવારે બપોરે કારીગરે નિશાન બનાવી કારખાનાનું તાળુ તોડીને અલગ અલગ વેપારીનાં કુલ 7.69 લાખનાં મતાના 58.02 કેરેનાં હીરા ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે હીરા વેપારીની ફરિયાદ લઇને કારીગરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના તમામ હીરાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

Jun 2, 2021, 04:48 PM IST

સ્માર્ટ ચોર: એવી વસ્તુની ચોરી કરી કે બારે માસ ચાલે, ભાવ વધતો જ રહે અને પોલીસ પણ ન પકડે

અત્યાર સુધી તસ્કરોને સોનાચાંદીના કિંમતી દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરતા જોયા. પણ પાટણમાં તો તસ્કરોએ ગોડાઉનમાં હાથફેરો કરી જીરુ, સરસવ અને રાજગરાની બોરીની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ. ગોડાઉન માલિકની ફરિયાદના આધારે પોલીસે આ વિચિત્ર ચોરી કરતાં તસ્કરોને પકડવા એડીચોટીનું જોર લગાવ્યું અને ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

May 15, 2021, 09:53 PM IST

આ ચોરને પકડીને પોલીસ પણ પસ્તાઇ રહી છે! તેની વાત સાંભળીને તમે પણ ચોક્કસ થશો ભાવુક

* કોરોના ની મહામારીએ બેરોજગાર ને બનાવ્યો ચોર
* ખોખરા પોલીસે વાહન ચોરની કરી ધરપકડ
* પોલીસે 7 વાહનો કબ્જે કરી વાહનચોરીના છ ગુનાનો  ભેદ ઉકેલ્યો

Dec 14, 2020, 09:08 PM IST

ટોળાએ ચોરને પકડીને માર્યો ઢોર માર, પોલીસે ચોર અને માર મારનાર તમામની ધરપકડ કરી

* ગાયકવાડ હવેલી પોલીસ અલગ અલગ બે ફરિયાદ નોંધી 
* પહેલી ફરિયાદ બે શખ્સો સામે ચોરી ના પ્રયાસ ની નોંધી 
* બીજી ફરિયાદ માર મારવો અને વિડીયો વાયરલ માં નોંધી 
* માર મારો અને વિડીયો વાયરલ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરી

Dec 12, 2020, 10:13 PM IST

30 વર્ષથી વાહનચોરી કરનારા ચોર ઝડપાયો, 7 વખત પાસા પણ ભોગવી ચુક્યો છે

શહેરના વાસણા પોલીસે બે વાહન ચોરની ધરપકડ કરી છે. જે છેલ્લા 30 વર્ષથી અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે

Sep 27, 2020, 10:03 PM IST
Vehicle Thieves Active In Pandesara Area Of Surat PT3M58S

સુરતના પાંડેસરા વિસ્તારમાં વાહનચોર સક્રિય

Vehicle Thieves Active In Pandesara Area Of Surat

Sep 22, 2020, 05:45 PM IST

ચોરને ચપટીઓમાં શોધી કાઢતા અને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું નિધન

શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માસ્ટરી ધરાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું કોરોનાને કારણે નિધન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ છે. ASI  અરવિંદ થોરાટને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સ્વસ્થ હતા, જો કે કંટ્રોલમાં ફરજ પર હાજર થયા હતા. જો કે અચાનક તેમની તબિયત કથળતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં છેલ્લા બે દિવસની ટુંકી સારવાર બાદ તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા.જેના પગલે પોલીસ બેડામાં અચાનક શોકનું મોજુ ફરી વળ્યું છે. 

Sep 21, 2020, 06:45 PM IST

ચોર રંગે હાથ ચોરી કરતા ઝડપાયો, GRD જવાન પોલીસ સ્ટેશન લઇ જાય તે પહેલા જ ગળે બ્લેડ મારી ઘટના સ્થળે જ મોત

વાત કરીએ કામરેજમાં બનેલી એક વિચિત્ર ઘટનાની. નેશનલ હાઈવે ૪૮ પર રોડની સાઈડમાં રીક્ષા પાર્ક કરી સુઈ રહેલા રીક્ષા ચાલકના ખિસ્સામાંથી ચોરી કરી રહેલા યુવાનને કઠોર પોલીસના હોમગાર્ડના જવાનોએ ચોરી કરતા રંગેહાથે ઝડપી પાડી કઠોર પોલીસ મથકે યુવાનને લઇ જતી વખતે યુવાને પોતાના જ ગળામાં બ્લેડ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 

Sep 20, 2020, 06:56 PM IST

અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મીનું બાઇક ચોર ઉઠાવી ગયા

શહેરમાં ચોરીના બનાવો બનતા હોય છે. જો કે એક ચોરની હિંમત એવી થઇ કે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસ કર્મચારીનું બાઇક ચોરી લીધું હતું. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હવે પોતાના જ કર્મચારીનાં બાઇક ચોરની શોધખોળ શરૂ કરી છે. 

Aug 8, 2020, 05:47 PM IST

એક વર્ષમાં ગુનેગારે 22 ગુનાને આપ્યો અંજામ, પોલીસે ઝડપી પાડતા થયો આ ખુલાસો

છેલ્લા એક વર્ષમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ મળી રહી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તુષાર પટેલની ધરપકડ કરી છે. અમદવાદ ક્રાઇમ બ્રાંચએ બાઈક ચોર તુષાર પટેલને ગોતામાંથી જ એક ચોરીના એક્ટિવા સાથે ઝડપી પડ્યો હતો. ધરપકડ બાદ આરોપી તુષાર પટેલની કયદેસર પૂછપરછ કરી તો એક બાદ એક 22 બાઈક ચોરીની કબૂલાત કરી નાખી હતી અને ચોરીની 12 બાઈક અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ કબ્જે કરી છે.

Jul 8, 2020, 05:12 PM IST

અનેક ઘરોને નિશાન બનાવનાર ઘરફોડ ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ઘરફોડીયાની RTO સર્કલ પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે. આરોપી મૂળ કેરાલા અને વર્ષોથી પરિવાર સાથે જ અમદાવાદમા રહેતો હતો. 
 

Jun 17, 2020, 07:13 PM IST

ગજબની એપ...ફોન ચોરાઈ જાય તો લોકેશનની સાથે સાથે ચોરનો PHOTO પણ તમને આપશે

IIT બીએચુના એક વિદ્યાર્થીએ વીજીએમ સિક્યુરિટી નામની એક એપ તૈયાર કરી છે. જેના દ્વારા તમને જો મોબાઈલ ચોરી થયો તો તેનું લોકેશન તો મળી જ જશે પરંતુ સાથે સાથે તે ચોરનો ફોટો પણ તે એપના માધ્યમથી મળી જશે.

Jan 17, 2020, 06:41 PM IST

લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક જ ચોર નિકળ્યો, ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ

શહેરના પારડી, પારસી સ્ટ્રીટ ખાતે આવેલા જય જલારામ જવેલર્સ નામની દુકાનમાંથી લાખોની રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસે ઉકેલી લીધો હતો. ઘરકા ભેદી લંકા ઢાયે જેમ ખુદ ફરિયાદીએ ઇન્સ્યોરન્સ પકવવા 1.5 કરોડની ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્‍ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની દુકાનમાં મોટી રકમના સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થયાં અંગેની જાણ થતા પારડી પોલીસ તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ અને જય જલારામ જવેલર્સના માલીક દીલીપભાઇ બળવંતભાઇ પારેખને મળી બનાવ સંબંધે માહીતી મેળવી હતી. 

Jan 3, 2020, 08:29 PM IST

MP : ચોરી કરતા પહેલા લખ્યો ભગવાનને પત્ર, 'સફળ થઈશ તો હનુમાન મંદિરમાં રૂ.500નું દાન કરીશ'

ચોરે પોતાના પત્રમાં લખ્યું છે કે, "હું હેરાન-પરેશાન થઈને આ અપરાધ કરી રહ્યો છું. મારા તમામ અપરાધ માફ કરવા આપને વિનંતી છે." ચોર ચોરી કર્યા પછી દાનપેટી પાસે આ પત્ર લખીને જતો રહ્યો હતો. 
 

Sep 25, 2019, 05:24 PM IST

સુરતમાં પકડાયેલા આ ચોરની હરકત જાણીને હસીહસીને લોટપોટ થઈ જશો

ચોરની વાત આવે ત્યારે લોકોને ગુસ્સો આવતો હોય છે, પણ ચોરના કેટલાક કિસ્સાઓ વિચિત્ર હોય છે. સુરતમાં એક એવો ચોર ઝડપાયો છે જે ચોરી કરવા સ્કૂલમાં તો ઘૂસ્યો હતો, પરંત સ્કૂલમાં કઈ ન મળતા તોડફોડ કરી રાત્રે સ્કૂલમાં જ સૂઈ ગયો હતો. 

Aug 28, 2019, 09:11 AM IST