Gujarat Election 2022: બનાસકાંઠામાં રૂપિયા વહેચતો VIDEO વાયરલ, ભાજપનો ખેસ પહેરીને લોકો દેખાયા!
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થાય છે. ત્યારે બનાસકાંઠાના દાંતા વિધાનસભા વિસ્તારમાં રૂપિયા વહેંચાતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપનો ખેસ પહેરીને રૂપિયા વહેંચતા લોકો વીડિયોમાં દેખાયા છે. ઝી 24 કલાક વાઇરલ વિડિઓની પુષ્ટિકરતું નથી.
વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનેક લોકો લાઇનમાં બેઠા છે તો ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે.
દાંતા વિધાનસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે, એટલે કે પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતદાન અગાઉ વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો કોણે બનાવ્યો અને ખરેખર તે કાર્યકર્તાઓ ભાજપના હતા કે નહીં તે કહેવું મુશ્કેલ છે. આ વાયરલ વીડિયોને ઝી 24 કલાક પુષ્ટિકરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે