sport

ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક

સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટ (Avi Barot) નું નિધન થતા ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. માત્ર 29 વર્ષની વયે અવીના નિધનથી SCA શોકમગ્ન બન્યુ છે. અવી બારોટ ગુજરાતી ક્રિકેટ (cricket) જગતમાં સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન તરીકે પોપ્યુલર હતા. તેમણે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયર શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમણે 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. તો હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં પણ રમ્યા હતા. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો. અવી બારોટ 2019-20ની સૌરાષ્ટ્ર (aurashtra cricket player) ની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો.

Oct 16, 2021, 10:23 AM IST

DANGEROUS SPORT IN THE WORLD: જાણો કેવી રીતે થયો સૌથી ખતરનાક ખેલ MMA નો વિશ્વભરમાં ઉદય

કેવી રીતે સૌથી DANGEROUS સ્પોર્ટ થઈ રહ્યો છે વિશ્વભરમાં લોકપ્રિય? આ તે કેવા પ્રકારની છે રમત? શું આ રમત છેકે, પછી મોતનો ખેલ? આવા અનેક સવાલોના જવાબો જાણવા માટે વાંચો આ આર્ટીકલ.

Jul 11, 2021, 12:16 PM IST

HONDA ની એડવેન્ચર Bike ભારતમાં લોન્ચ, એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે આ બાઈક છે બેસ્ટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ થોડા વર્ષો પહેલા HERO કંપનીએ પોતાની IMPULSE નામની એડવેન્ચર સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી હતી. જો કે માર્કેટમાં તેની માગ બહુ ખાસ રહી ન હતી. જો કે હાલમાં HONDA કંપનીએ પોતાની CB500X એડવેન્ચર ટૂરર બાઈક લોન્ચ કરી છે. HONDA CB500Xના લોન્ચ સાથે કંપનીએ ભારતમાં પોતાના પ્રીમિયમ ઉત્પાદ પોર્ટપોલિયોનું વિસ્તરણ કર્યું છે. HONDA CB500X માટે સમગ્ર ભારતમાં હોંડાની પ્રીમિયમ ડીલરશિપ BIGWING TOPLINE અને BIGWINGમાં બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. ભારતમાં એડવેન્ચર મોટરસાઈકલ બહુ લોકપ્રિય છે. હાલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ROYAL ENFIELD HIMALAYAN, HERO XPULSE 200, KTM 250 ADVENTURE અને KTM 390 ADVENTURE બાઈક્સે આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. આ બાઈક્સે મોટા પ્રમાણમાં બાઈક રાઈડિંગના ચાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તેવામાં હવે હોંડા કંપનીએ પોતાની પ્રીમિયમ એડવેન્ચર સ્પોર્ટ બાઈક CB500X લોન્ચ કરી છે. જે પોતાની શાર્પ એજ્ડ બોડી, શાનદાર ડિઝાઈન અને પાવર માટે જાણીતી છે. જો આવો જાણીએ આ બાઈક વિશે તમામ માહિતી

Mar 24, 2021, 12:58 PM IST

સૌરાષ્ટ્રના ધુરંધર ક્રિકેટર જયદેવ ઉનડકટે રિની સાથે કર્યા લગ્ન, જુઓ પ્રસંગની ખાસ તસવીરો

હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ મંગેતર રિની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ગઈકાલે સાંજે આણંદના મધુબન રિસોર્ટમાં તેમની લગ્નવિધિ સંપન્ન થઈ હતી. સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ (jaydev unadkat) મિત્રો તથા પરિવારજનોની હાજરીમાં ઘોડીએ ચઢ્યો હતો. નજીકના લોકોને જ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

Feb 3, 2021, 08:44 AM IST

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પદના દૂષણનો વિવાદ ઉઠ્યો, પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડના સનસનીખેજ આક્ષેપો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCI માં ફરિયાદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાભના પદનું દૂષણનો વિવાદ જાગ્યો છે. હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ટીમને ઉતારા તેમજ તગડા બિલ બનાવવામાં આવે છે તેવો આરોપ કરવામાં આવ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન પૂર્વ બોસના પુત્રો દ્વારા જ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. 

Dec 23, 2020, 12:15 PM IST

રત્ન કલાકારની આ દીકરી સુરતીઓ માટે અસલી હીરા જેવી છે, બોક્સિંગમાં નામ ચમકાવ્યું 

  • રિયાના બે સ્વપ્ન છે, એક દેશ માટે આંતરાષ્ટ્રીય સ્તર પર રમી ગોલ્ડ મેડલ લાવે અને બીજું અન્ય દીકરીઓને પોતાની જેમ બોક્સિંગ શીખવી તેમને સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર કરવું

Dec 9, 2020, 09:57 AM IST

ઓસ્ટ્રેલિયન કંપનીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની માફી માંગી, કારણ છે જબરું

માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે (sachin tendulkar) ઓસ્ટ્રેલિયાની બેટ બનાવનારી કંપની સ્પાર્ટનની સાથેનો કાયદાકીય વિવાદ સોલ્વ કરી દીધો છે. ભારતીય દિગ્ગજે 2016માં સ્પાર્ટનના સામાનને પ્રમોટ કરવાનો કરાર કર્યો હતો. સચીને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેણે કરારમાં હાલના નિયમોનું પાલન નથી કર્યું અને બેટ્સમેનને રોયલ્ટી તથા એન્ડોર્સમેન્ટ ફી પણ નહિ આપી, જે બંને વચ્ચે નક્કી કરવામાં આવી હતી. સાથે જ કરાર રદ થવા પર પણ તેમના નામનો ઉપયોગ કરતી રહી છે. 

May 15, 2020, 05:08 PM IST

IND vs SL T20: છગ્ગો મારીને વિરાટે ટીમ ઈન્ડિયાને અપાવી ભવ્ય જીત

ઈન્દોરમાં ભારત અને શ્રીલંકાની (India vs Sri Lanka) વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કે.એલ રાહુલ અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી. 143 રનના ટાર્ગેટનો પીછો કરતા બંનેએ પહેલા વિકેટ લઈને 9 ઓવરમાં 71 રન જોડ્યા હતા. તેના બાદ વિરાટ અને શ્રેયસે ટીમને જીત તરફ પહોંચાડ્યો અને અંતમાં વિરાટે છક્કો લગાવીને ટીમને જીત અપાવી. 

Jan 7, 2020, 10:37 PM IST

Photos : આ દોડવીરે રચ્યો ઈતિહાસ, 2 કલાકથી ઓછા સમયમાં પૂરી કરી મેરેથોન

કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગે (Eliud Kipchoge)એ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનાર દુનિયાના સૌથી પહેલા રનર બન્યા છે. 34 વર્ષના કિપચોગેએ 42.2 કિલોમીટરનું અંતર 59 મિનીટ અને 40 સેકન્ડમાં પૂરું કર્યું. ઓલમ્પિક મેરેથોન ચેમ્પિયન રહી ચૂકેલ કિપચોગેએ વિનયાના પ્રેટર પાર્કમાં આ સિદ્ધી મેળવી છે. આ મેરેથોનનું આયોજન બ્રિટિશ કેમિકલ કંપની આઈએનઈઓએસએ કર્યું હતું.

Oct 13, 2019, 03:10 PM IST

Photos : અનુષ્કાને પ્રપોઝ કરવાને લઈને વિરાટે એક ઈન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ની જોડી Virushka ના નામથી ફેમસ છે. આ કપલ પોતાની અંગત જિંદગીથી જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જોકે હાલ આ જોડી હાલ પોતાના રોમાન્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ અમેરિકન ટેલિવીઝનના સ્પોર્ટસ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગરને આપેલા ઈન્ટરવ્યૂમાં વિરાટે બહુ જ મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યું કે, જ્યારે પહેલીવાર અનુષ્કા શર્માને તેઓ મળ્યા તો નર્વસ થઈ ગયા હતા. 

Sep 7, 2019, 08:55 AM IST

ટી20 બાદ હવે 100 બોલની અનોખી ટૂર્નામેન્ટની જાહેરાત, જાણો શું હશે નિયમ

ઈસીબીએ આ ટૂર્નામેન્ટ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં યોજવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 
 

Feb 23, 2019, 11:33 AM IST