ગુજરાતના આ યુવાને સ્ટ્રેન્થ લીફટીંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં મળવ્યો ગોલ્ડ મેડલ

સુરતના પાલનપુર વિસ્તારમા રહેતો દિપક મોરે જીમ ટ્રેનર તરીકે નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. દિપકના પિતા થોડા સમય પહેલા જ અવશાન થઇ જતા તે પોતાની માતા અને પત્ની સાથે રહે છે.

ગુજરાતના આ યુવાને સ્ટ્રેન્થ લીફટીંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં મળવ્યો ગોલ્ડ મેડલ

ચેતન પટેલ, સુરત: મન હોય તો માડવે જવાઇ આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો સુરતમા પ્રકાશમા આવ્યો છે. જેમા એક યુવાને પોતાની માતા અને પત્નીના ઘરેણા ગીરવે મુકી સ્ટ્રેન્થ લીફટીંગ ઇન્ટરનેશનલ વલ્ડ ચેમ્પિયનશીપમા ભાગ લીધો હતો. આખરે તનતોડ મહેનતને પ્રતાપે 500 સ્પર્ધકોને પછાડી સુરતનો દિપક મોરે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

સુરતના પાલનપુર વિસ્તારમા રહેતો દિપક મોરે જીમ ટ્રેનર તરીકે નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. દિપકના પિતા થોડા સમય પહેલા જ અવશાન થઇ જતા તે પોતાની માતા અને પત્ની સાથે રહે છે. દિપક ભાડે રહેતો હોવાથી તેની પત્ની પણ તેને મદદરુપ બને છે. મધ્યપ્રદેશખાતે સ્ટ્રેનથ લિફટિંગ ઇન્ટરનેશનલ વલ્ડ ચેમ્પિયનશીપનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા દુનિયાના 12 દેશોના 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દિપકએ આ વલ્ડ ચેમ્પિયનશીપમા ભાગ લેવો હતો. જો કે તેની પાસે ટ્રેનિંગ લેવા તથા અન્ય સગવડ માટેના ખર્ચા પુરા કરવા માટે રૂપિયા ન હતા. કેટલાક લોકો તેની ગરીબીની મજાક પણ ઉડાડતા હતા કે તુ શુ જીતશે મેડલ... જેમને રૂપિયા આપવાના વાયદા કર્યા હતા, તેવા મિત્રોએ પણ તે જીતશે કે કેમ તેવુ વિચારી હાથ ઉંચા કરી દીધા હતા. જેથી તે નિરાશ થઇ ગયો હતો.

દિપકએ આ વાત તેની પત્ની-માતાને કહી હતી. જ્યા બંનેએ પોતાના સોનાના દાગીના ગીરવે મુકી તેને વલ્ડ ચેમ્પિયનશીપમા ભાગ લેવા જણાવ્યુ હતુ. પહેલા તો દિપકનો જીવ ચાલ્યો ન હતો. જો કે બાદમા જીતની મક્કમતા સાથે તેને માતા-પત્નીના દાગીના રુ 40 હજારમા ગીરવે મુકી આ ટુનામેન્ટમા ભાગ લીધો હતો. 17 થી 20 જાન્યુઆરી સુધી આ વલ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરવામા આવ્યુ હતુ. સખત મહેનત કરીને આખરે દિપકએ 52 કિલો કેટેગરીમા 500 જેટલા સ્પર્ધકોને પછાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.મેડલ જીતતાની સાથે જ તેની આખમા આસુ આવી ગયા હતા.

વર્ષ 2009મા દિપકની ગાડી સ્લીપ થઇ જતા તેને હાથમા ફેકચર આવ્યુ હતુ. જેના કારણે તેને બે વર્ષ બ્રેક લીધો હતો. ડોકટરે પણ તેને વેઇટ લિફટીંગ છોડી દેવાની સલાહ આપી હતી. જો કે ઘરે રહ્યા બાદ તેને ઘર ખર્ચના રુપિયા ચુકવવાના રુપિયા પણ પુરતા ન હતા. જેથી તેને 2012 ફરી વેઇટ લિફટીંગની ટ્રેનિંગ શરુ કરી હતી. ત્રણ વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ વર્ષ 2015મા ફરી વખત મિસ્ટર ગુજરાત બન્યો હતો. દિપક 3 વાર મિસ્ટર ગુજરાત, 3 વાર મિસ્ટર સાઉથ ગુજરાત, બે વાર મિસ્ટર સુરત, એક વાર નેશનલ અને એક વાર ઇન્ટરનેશનલ ટુનામેન્ટ જીતી છે.

જોગાનુ જોગ દિપકની પત્નીને પણ વેઇટ  લિફટીંગનો શોખ હતો. જેથી તેણીએ પણ દિપક પાસેથી ટ્રેનિંગ લેવાનુ શરુ કર્યુ હતુ. રાજય કક્ષા બાદ તેને પણ નેશનલ લેવલ ખાતે વેઇટ લિફટીંગમા ભાગ લીધો હતો. જેમા તેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયુ હતુ. હાલ તેણી પણ જીમ ટ્રેનર તરીકે નોકરી કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવી રહી છે.

જે રીતે ઇન્ટરનેશનલ ખેલાડી દિપક મોરેની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે. તેની સરકાર પાસે એક જ માંગ છે કે જેમ અન્ય વિજેતા ખેલાડીઓને આર્થિક સહાય આપવામા આવે છે તેમ તેને પણ આર્થિક સહાય આપવામા આવે કે જેથી તે આગામી વર્ષોમા  વેઇટ લિફટિંગમા વધુ આગળ જઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news