ડીસા : હજારોની ભીડ પર પોલીસે લાઠી વરસાવી, ધર્મ પરિવર્તન સામે રસ્તા પર ઉતરી પડ્યા લોકો
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :માલગઢમાં બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે બનાસકાંઠાનું ડીસા શહેર આજે સજ્જડ બંધ છે. ડીસામાં હિંદૂ સંગઠનોએ બગીચા સર્કલથી રેલીનું આયોજન કર્યું હતું. હિન્દુ સમાજની રેલી પૂરી થયા બાદ પણ ભીડ જામેલી હતી. તેથી ડીસામાં રેલી બાદ ભીડને દૂર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં દોડધામ મચી હતી. ડીસામાં ધર્મ પરિવર્તનની ઘટનાથી લોકોમાં ભભૂકતા અગ્નિ જેવો માહોલ છે.
બનાસકાંઠાના ડીસામાં ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે આજે ડીસા બંધ રાખવામાં આવ્યુ હતું. ડીસા બંધના એલાનને વેપારીઓ-દુકાનદારોએ સમર્થન આપ્યું. આ મુદ્દે વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ રેલી યોજી હતી. વિવિધ હિન્દુ સંગઠનોના લોકો સહિત ટ્રેક્ટરો રેલીમાં જોડાયા હતા. ત્યારે ડીસાના હીરાબજાર નજીક સુત્રોચાર કરી રહેલા લોકો સાથે પોલીસે લાઠીવરસાવી હતી. આ ઘર્ષણમાં એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે સુત્રોચાર કરી રહેલા લોકોની અટકાયત પણ કરી.
આ પણ વાંચો : ગાયિકા વૈશાલી બલસારા હત્યામા બહેનપણી નીકળી હત્યારણ, મારવા માટે કોન્ટ્રાક્ટ કિલર બોલાવ્યા હતા
શું હતો મામલો
માલગઢમાં દીકરી, પુત્ર અને પત્નીનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ 25 લાખની માંગ કરાઈ હતી. ત્યારે દીકરીના પિતાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ દીકરીના પિતા સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પોલીસે 2 લોકોની અટકાયક કરી છે અને આ કેસના 3 લોકો હજી ફરાર છે.
રાજ્યભરના સરકારી કર્મચારીઓ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. 15 જેટલી વિવિધ પડતર માંગણીઓ પુરી ના થતા આજે રાજ્યભરમાં કર્મચારીઓ રેલી યોજી વિરોધ કરશે. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહામંડળની બેઠકમાં પડતર માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્યના તમામ 33 જિલ્લામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જ્યારે 11 સપ્ટેમ્બરે રાજ્યના ઝોન મુજબ રેલી યોજી આવેદન આપવામાં આવશે. જ્યારે 17 સપ્ટેમ્બરે રાજ્યભરના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. તો 22 સપ્ટેમ્બરે તમામ કેડરના કર્મચારીઓ પેનડાઉન કરશે અને 30 સપ્ટેમ્બર રાજ્યના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે