Gujarat High court એ પારસી સમુદાયને આપ્યો ઝટકો, અંતિમ સંસ્કારવાળી અરજી નકારી કાઢી
ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કહ્યું કે 'રાજ્યની સુરક્ષા અને કલ્યાણ સવોચ્ચ કાનૂન છે. કાવડ યાત્રાના મામલે અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનનો અધિકાર સર્વોપરિ છે અને અન્ય તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે.
Trending Photos
આશ્કા જાની, અમવાદ: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) એ શુક્રવારે પારસી પંચાયત દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીને નકારી કાઢે છે, જેમાં Covid-19 થી મરનાર સમુદાયના સભ્યોના અંતિમ સંસ્કાર પારસી રીતિ રિવાજોથી કરવાની પરવાનગી માંગવવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કાવડ યાત્રાના સંબંધમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્રારા આપવામાં આવેલી તાજેતરની ટિપ્પણીનો હવાલો આપતાં ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદી અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી કારિયાની ખંડપીઠે અરજીનું નિરાકરણ કરતાં કહ્યું કે તેમાં દમ નથી. મે મહિના દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં સુરત પારસી પંચાયત બોર્ડે સમુદાયના સભ્યોના અંતિમ સંસ્કાર કરવાનો મૌલિક અધિકારની રક્ષા કરવાની માંગ કરી હતી.
ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કહ્યું કે 'રાજ્યની સુરક્ષા અને કલ્યાણ સવોચ્ચ કાનૂન છે. કાવડ યાત્રાના મામલે અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનનો અધિકાર સર્વોપરિ છે અને અન્ય તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે.
બેંચે કહ્યું કે COVID-19 સ્થિતિને ધ્યાનમાં રાખતાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લાશોના અંતિમ સંસ્કાર અથવા દફનાવવાના સંબંધમાં જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશ સાર્વજનિક હિતમાં છે અને તેનાથી પારસીઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પારસી સમુદાયના અધિકારોને કોરોનાથી જીવ ગુમાવનાર સભ્યોની લાશને દાહ સંસ્કાર અથવા દફનાવવાના વિકલ્પમાંથી કોઇ એકને સિલેક્ટ કરવા પર મજબૂર કર્યા હતા, જે તેમના ધાર્મિક ભાવનાઓ વિરૂદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે