ગુજરાતમાં શિક્ષણ વિભાગ સતર્ક! કોરોનાની સંભવિત ચોથી લહેરમાં બાળકને શરદી, ઉઘરસ હોય તો....
અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે જેમા રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. મળતી માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે.
Trending Photos
ગાંધીનગર: કોરોના વાયરસના નવા વેરિયન્ટે ચીનમાં હાહાકાર મચાવ્યા બાદ હવે ભારતમાં પગપેસરો કર્યો છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને દરેક રાજ્યોને પત્ર લખીને સતર્કતા દાખવવા જણાવ્યું છે. બીજી બાજુ આજે ગુજરાત સહિત સમગ્ર દેશની હોસ્પિટલોમાં કોવિડ મોકડ્રિલનું આયોજન થયું છે. ગુજરાતમાં શિક્ષણ અધિકારી (DEO)ની સૂચના બાદ સ્કૂલોએ વાલીઓને અપીલ કરી છે કે બાળકને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેમને સ્કૂલે મોકલવા નહીં. એટલું જ નહીં, સરકારે તૈયાર કરેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સ્કૂલ સંચાલકોને જણાવ્યું છે.
32 હજાર શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન
અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે જેમા રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. મળતી માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવિડ ગાઇડ લાઇનનું અમલ માટે પરિપત્ર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલો સાથેની વીડિયો કોન્ફરન્સમાં સ્કૂલ સંચાલકોને સતર્ક રહીને કાળજી રાખવા સૂચના આપી છે. હાલ સંભવિત કોરોનાની નવી લહેરને જોતા ગુજરાતમાં ઘણી સ્કૂલો દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની પણ વ્યવસ્થા કરવા સ્કૂલ સંચાલકોએ ખાતરી આપી છે. બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે જો કોરોના કેસમાં વધારો થશે તો અલગ અલગ વર્ગમાં 50 ટકા ક્ષમતા સાથે અભ્યાસ કરાવીશું.
DEOએ આપી મૌખિક સૂચના
રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ સ્કૂલોને મૌખિક સૂચના આપી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાની દહેશત વધતાં અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સંખ્યા 50% કરવાની માગ પણ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે