સુરતના એક ઉદ્યોગપતિએ બનાવ્યો 'મોદી ડાયમંડ', 25 કારીગરોએ 30 દિવસ મહેનત કરી 'છબી' કોતરી

સુરત ચેમ્બર ઓફ કોમર્સ ના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લુઝ ડાયમંડનું એક ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર એક ખાસ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોન છે. જેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છવી સ્પષ્ટ જોવા મળે છે. 

સુરતના એક ઉદ્યોગપતિએ બનાવ્યો 'મોદી ડાયમંડ', 25 કારીગરોએ 30 દિવસ મહેનત કરી 'છબી' કોતરી

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ડાયમંડના વેપારીએ લેંબગ્રોન ડાયમંડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી બનાવી છે. બે વખત નિષ્ફળ ગયા બાદ લાખો રૂપિયાના ડાયમંડ પર ફરી 25 જેટલા કારીગરોએ મહેનત કરી હતી અને 30 દિવસની મહેનત બાદ આ છબી તૈયાર કરવામાં આવી છે. આ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરવામાં આવનાર છે. 

સુરતના ડાયમંડની ચમક આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેંબગ્રોન ની ડિમાન્ડ પણ વધી રહી છે બનાવવામાં આવ્યા છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ ના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લુઝ ડાયમંડનું એક ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર એક ખાસ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોન છે. જેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છવી સ્પષ્ટ જોવા મળે છે. 

લેબમાં તૈયાર આ ડાયમંડ પહેલા 40 કેરેટનું હતું જેને આકાર આપીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છવી લેઝર થી બનાવીને આઠ કેરેટ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારનું ડાયમંડ બનાવવામાં ડાયમંડ કંપની બે વખત નિષ્ફળ પણ રહી છે. ત્રીજી વખત આ ખાસ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યું હતું. 

હીરા બનાવનાર વેપારી સુથાર કિરણે જણાવ્યું હતું કે,જે ડાયમંડ અમે બનાવ્યું છે તેનું કાચું વજન 40 કેરેટ હતું. અત્યારે ડાયમંડનું પોલીસ વેટ આઠ કેરેટ છે. એની પાછળ અમારે બહુ મહેનત લાગી છે. 20 થી 25 જેટલા વર્કરો એ કામ કર્યા છે. અને બનાવવા માટે પણ 20 થી 25 દિવસ લાગ્યા છે. આ ડાયમંડ બનાવતા બે વખત નિષ્ફળતા મળી છે. બે વખત લોસ આવ્યો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે જે પ્રેમ છે આખરે તેના કારણે ત્રીજી વખત અમને સફળતા મળી. 

અમારું લેબગ્રોન ડાયમંડ છે જે ઇકો ફ્રેન્ડલી છે. આ ડાયમંડ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા છે. જે રો મટીરીયલ આવે છે તે પણ ઇન્ડિયામાં બની છે. પોલીશ પણ અમે ઇન્ડિયામાં જ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ઇકો ફ્રેન્ડલી મિશન છે જેના કારણે અમે મોદીજીની છવી આ હીરામાં દર્શાવી છે. અને આ ડાયમંડ અમે ઉપહાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પિત કરવા જનાર છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news