ચાઈનીઝ ગુનેગારો સાથે મળીને દેશ સાથે કરી ગદ્દારી! અમદાવાદમાંથી 13 લોકોની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમે કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડીને બે ઓફિસમાંથી 13 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા એક મોટું રેકેટ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓ પાસેથી અનેક ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ અને રૂપિયા ગણવાનું મશીન જપ્ત કર્યું છે.

ચાઈનીઝ ગુનેગારો સાથે મળીને દેશ સાથે કરી ગદ્દારી! અમદાવાદમાંથી 13 લોકોની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: ચાઈનીઝ ગુનેગારો સાથે મળીને દેશ સાથે ગદ્દારી કરીને સાયબર ફ્રોડ થકી મેળવેલા કરોડો રૂપિયાનું ક્રિપ્ટોમાં રોકાણ કરી કમિશન મેળવનાર ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડીને બે ઓફિસમાંથી 13 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા એક મોટું રેકેટ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓ પાસેથી અનેક ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ અને રૂપિયા ગણવાનું મશીન જપ્ત કર્યું છે. 

સાયબર ક્રાઈમની ગીરફ્ત માં દેખાતી આ ગેંગ આંતરરાષ્ટ્રીય ગુના સાથે સંકળાયેલી છે. આ આરોપીઓના નામ ફૈઝાન શેખ, રાજુભાઈ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખટ, દર્શન સેજલીયા, રાજેશ સાજોલીયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલ્કેશ પટેલ, દર્શીલ શાહ અને કેતન પટેલ છે. આ તમામ પકડાયેલ આરોપીઓ છે તો ભારતીય પણ ભારતના જ લોકો સાથે ગદારી કરીને ચાઈનીઝ લોકોને મદદ કરી રહયા હતા. 

માત્ર પૈસા માટેથી પકડાયેલા આરોપીઓ અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં વિજય પાર્ક પાસે મારૂતી પ્લાઝામાં ઓફિસ ભાડે રાખી લોકોને કમિશન આપવાની લાલચ આપી બેંક ખાતાઓ ખોલાવી તેમજ મેળવી તે ખાતાની વિગતો સાયબર ઠગોને મોકલી જેમાં સાયબર ઠગાઈની રકમ મેળવતા હતા. જે રકમ અલગ અલગ ખાતા ઓમાં ટ્રાન્સફર થયા બાદ ક્રિપ્ટો માં રોકાણ કરવામાં આવતી અને જેના બદલે કમિશન મેળવતા હતા. આ ગેંગની માહિતી સાયબર ક્રાઈમને મળતા દરોડા પાડી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

આરોપીઓમાં દિપક રાદડિયા અને દિલીપ જાગાણી બંને ભેગા મળી ક્રિશવ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવી આ કામ કરતા હતા. પગાર પર માણસો રાખી તેઓની પાસે લોકોને કમિશન આપવાની લાલચ આપી બેંક ખાતાઓ મેળવતા હતા અને તેમને પૈસાની હેરાફેરી કરવામાં આવતી હતી. આ ગુનાનો માસ્ટર માઈન્ડ કેતન પટેલ છે જે 3 જેટલી ચાઈનીઝ વ્યક્તિ ઓ સાથે છેલ્લા ઘણા મહિનાઓથી સંપર્કમાં હતો. અલગ અલગ લોકો પાસેથી મેળવેલા બેંક ખાતા કેતન પટેલ ચાઈનીઝ વ્યક્તિને આપતો હતો અને જે ખાતામાં તેઓ ઠગાઈના પૈસા મોકલતા અને બાદમાં અન્ય આરોપીઓ સેલ્ફ ચેકથી તે પૈસા કાઢી લેતા અને આંગડિયા થી દર્શલ શાહ ને મોકલતા અને તે કેસ રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી ચાઈના મોકલતો અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. 

પકડાયેલા આરોપી દ્વારા છેલ્લા 3 મહિનામાં 8 કરોડથી વધુ રકમ ક્રિપ્ટો માં રોકાણ કરી કમિશન મળ્યું હોવાની હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. સાયબર ક્રાઈમના દરોડા પાડતા ત્યાંથી 30 પાસબુક, 39 ચેકબુક, 50 એટીએમ કાર્ડ, બેંકમાં ખાતુ ખોલવા માટેના ફોર્મ, બેંકમાં પૈસા જમા કરાવ્યા ની સ્લીપ, નોટો ગણવા માટે નું મશીન, ફિંગરપ્રિન્ટ સ્કેનર મશીન અને રબર સ્ટેમ્પ તેમજ 30 મોબાઈલ સહિત 4 ચોપડાઓ કબજે કર્યા છે. આ ગુનામાં સામેલ આરોપીઓ દ્વારા જે ખાતા ઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખાતા ઓ સામે દેશભરમાં 136 જેટલી ફરિયાદો નોંધાવી હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમે આરોપી ઓની વધુ તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news