દીવ-દમણ અને દાદરાનગર હવેલી થયા એક, લોકસભામાં પસાર થયું બિલ

જમ્મુ-કાશ્મીરને 31 ઓક્ટોબરના રોજ એક જ રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો (union territory) માં વિભાજિત કરવામાં આવ્યા હતા અને હવે દેશની બે યુનિયિન ટેરિટરીઝને એક કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશના પશ્ચિમ હિસ્સામાં વસેલ દમણ (Daman) - દીવ (Diu) અને દાદરાનગર હવેલી (dadra and nagar haveli) ને એક કરીને તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભા (LokSabha) માં રજૂ કર્યું. સંસદના બંને સદનોમાંથી આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે અસ્તિત્વમાં આવનાર નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલાઈ જશે. કદાચ તેમના નામ દાદર અને નગર હવેલી તથા દમ તથા દીવ હશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે અહીં વર્તમાન પ્રશાસક પ્રફુલ પટેલ પાસે જવાબદારી રહે તેવી શક્યતા છે.

દીવ-દમણ અને દાદરાનગર હવેલી થયા એક, લોકસભામાં પસાર થયું બિલ

અમદાવાદ :જમ્મુ-કાશ્મીરને 31 ઓક્ટોબરના રોજ એક જ રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો (union territory) માં વિભાજિત કરવામાં આવ્યા હતા અને હવે દેશની બે યુનિયિન ટેરિટરીઝને એક કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશના પશ્ચિમ હિસ્સામાં વસેલ દમણ (Daman) - દીવ (Diu) અને દાદરાનગર હવેલી (dadra and nagar haveli) ને એક કરીને તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભા (LokSabha) માં રજૂ કર્યું. સંસદના બંને સદનોમાંથી આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે અસ્તિત્વમાં આવનાર નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલાઈ જશે. કદાચ તેમના નામ દાદર અને નગર હવેલી તથા દમ તથા દીવ હશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે અહીં વર્તમાન પ્રશાસક પ્રફુલ પટેલ પાસે જવાબદારી રહે તેવી શક્યતા છે.

ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી

બંને કેન્દ્રશાસિત પ્રદેશોને એક કરવાનું આ બિલ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, દેશના પશ્ચિમ કિનારે વસેલ બંને ટાપુઓને એક કરવાથી મેનેજમેન્ટ વધુ સારુ કરી કરશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશઓની વચ્ચે માત્ર 35 કિલોમીટરનું અંતર છે, પરંતુ બંને માટે અલગ અલગ બજેટ તૈયાર થાય છે. દમણ અને દીવમાં બે જિલ્લા છે, જ્યારે કે દાદરાનગર હવેલીમાં એક જિલ્લો છે.

નવા કેન્દ્રશાસિતનું શુ સ્વરૂપ થશે
બંનેના એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ તેમની બે લોકસભા સીટ હશે. બોમ્બે હાઈકોર્ટ પહેલાની જેમ અહીંના મામલા પર નજર રાખશે. આ ઉપરાંત બંને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારી અહીંના કેડરમાં આવશે. અન્ય તમામ કર્મચારી પણ સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ રહેશે. 

હવે રહ્યાં 8 કેન્દ્રશાસિત પ્રદેશ
જમ્મુ-કાશ્મીરના રાજ્યમાંથી 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરાયા બાદ દેશમાં હવે 9 કેન્દ્રશાસિત પ્રદેશ અને 28 રાજ્યો હતા. તેમાંથી હવે કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા ઘટીને 8 થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાંબા સમય સુધી પોર્ટુગલ શાસન રહ્યું હતું. ડિસેમ્બર, 1961માં દમણ, દીવ પોર્ટુગલ શાસનમાંથી મુક્ત થયું હતું. તેના બાદ 1987 સુધી દમણ દીવ ગોવા કેન્દ્રશાસિતનો હિસ્સો રહ્યાં હતા. પંરતુ બાદમાં ગોવાને પૂર્ણ રાજ્ય બનવા પર તે અલગ થઈ ગયું હતું. દાદરાનગર હવેલીની વાત કરીએ તો, તે 2 ઓગસ્ટ, 1954ના રોજ મુક્ત થયું હતું. તેના બાદ 1961માં તે ભારતમાં સામેલ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news