સુરતમાં કૂતરાઓનો ત્રાસ યથાવત, 9 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, લોકોમાં ભયનો માહોલ

રાજ્યના અનેક શહેરોમાં રખડતાં કૂતરાઓના આતંકથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ સ્થિતિ ખુબ જુદી છે. સુરતમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા બાળક પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. 
 

સુરતમાં કૂતરાઓનો ત્રાસ યથાવત, 9 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, લોકોમાં ભયનો માહોલ

પ્રશાંત ઢીવરે, સુરતઃ  સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સિદ્ધિ ગણેશ સોસાયટીમાં 9 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો કર્યો છે. બાળક ઘર પાસે રમી રહ્યો હતો.બાળક પર અચાનક શ્વાન હુમલો કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા. લોકોએ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. બાળકના માતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. થોડાક દિવસ પહેલા જ બાળકના મોટા ભાઈ પર કૂતરાએ હુમલો કર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી શ્વાનનો આતંક છે. બાળકો ઘર બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

સચિન વિસ્તારમાં સિદ્ધિ ગણેશ સોસાયટીમાં રહેતા મેનકા મિશ્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શ્વાનનો આતંક ખૂબ જ વધી ગયો છે. સોસાયટીમાં રમતા બાળકો પર શ્વાન હુમલાઓ કરી રહ્યા છે. ગંદકી અને માછીઓની દુકાનોના કારણે શ્વાનો વધી ગયા છે. બાળકોને દોડીને આવી કરડી જાય છે.વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં જ 15થી વધુ લોકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. મારા બે દીકરાઓને ત્રણ ત્રણ વાર શ્વાન બચકા ભરી ગયા છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોને લઈને ઇન્જેક્શન અપાવવા આવું છું. હજુ ડોઝ પૂરા થયા નથી. બંને બાળકોને પગ અને શરીરના પાછળના ભાગે બચકા ભર્યા હતા.

ધોરણ 4માં અભ્યાસ કરતા 9 વર્ષના શોભિત મિશ્રાએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં નજીકમાં જ લાકડી લેવા ગયો હતો. રસ્તા પર પડેલી લાકડી ઉઠાવતા જ એક શ્વાન દોડીને આવ્યું હતું અને પગે કરડી ગયું હતું. ત્યારબાદ મમ્મી સિવિલ હોસ્પિટલ જઈને આવ્યા હતા.

મહત્વની વાત છે કે શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રખડતાં શ્વાનો આતંક જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં શ્વાનના આતંકીથી નાના બાળક સહિત ચાર લોકોના મોત નિપજયા હતા. જ્યારે ખાસ કરીન ખાસ કરીને નાના બાળકો પર હુમલો હુમલો સતત વધી રહ્યા છે. રાત્રિ દરમિયાન લોકો પોતાના ઘરે જતા હોય છે ત્યારે પણ શ્વાન તેમના વાહન કે તેમની પાછળ દોડતા નજરે પડતા હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની રસીકરણ ખસીકરણની કામગીરી અહી ફોકટ સાબિત થતી હોય તેવી માની શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news