ગુજરાત: પાકિસ્તાન જઇ રહેલ ચાઇનીઝ જહાજને અટકાવાયું, અંદર છુપાયું મોટુ ષડયંત્ર

પાકિસ્તાન જઇ રહેલી ચાઇનીઝ જહાજ ધ કુઝ યુનને કસ્ટમ વિભાગ દ્વારા બે અઠવાડીયા પહેલા ગુજરાતનાં કંડલા બંદર ખાતેરોકી લેવામાં આવ્યું હતું. આ જહાજમાં કથિત રીતે પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ મિસાઇલને લોન્ચ કરવાનાં ઉપકરણનો એક મહત્વપુર્ણ ભાગ મળ્યો છે. સુત્રોએ જણાવ્યું કે, DRDO ના વૈજ્ઞાનિકોની એક ટીમ પહેલા પોતાની તપાસની કાર્યવાહી પુર્ણ કરી ચુકી છે. જો કે સોમવારે દિલ્હીથી આવીને બીજી એક ટીમ પણ તેનું ચેકિંગ કરશે. 
ગુજરાત: પાકિસ્તાન જઇ રહેલ ચાઇનીઝ જહાજને અટકાવાયું, અંદર છુપાયું મોટુ ષડયંત્ર

ગાંધીધામ : પાકિસ્તાન જઇ રહેલી ચાઇનીઝ જહાજ ધ કુઝ યુનને કસ્ટમ વિભાગ દ્વારા બે અઠવાડીયા પહેલા ગુજરાતનાં કંડલા બંદર ખાતેરોકી લેવામાં આવ્યું હતું. આ જહાજમાં કથિત રીતે પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ મિસાઇલને લોન્ચ કરવાનાં ઉપકરણનો એક મહત્વપુર્ણ ભાગ મળ્યો છે. સુત્રોએ જણાવ્યું કે, DRDO ના વૈજ્ઞાનિકોની એક ટીમ પહેલા પોતાની તપાસની કાર્યવાહી પુર્ણ કરી ચુકી છે. જો કે સોમવારે દિલ્હીથી આવીને બીજી એક ટીમ પણ તેનું ચેકિંગ કરશે. 

મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી
ધ કુન યુન જહાજ પર હોંગકોંગનો ધ્વજ લાગેલો હતો. આ જહાજ ચીનનાં જિયાંગયિન બંદરથી કરાંચીના મોહમ્મદ બિન કાસિમ બંદર ખાતે પહોંચવાનું હતું. આ જહાજ 17મી જાન્યુઆરીએ અહીંથી નિકળી ગઇ હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા જહાજને 3 ફેબ્રુઆરીએ કંડલા બંદરે તેને અટકાવવામાં આવ્યું હતું. તેની તપાસ થઇ હતી. તપાસ બાદ કંડલા પોર્ટ પર કસ્ટમનાં અધિકારીઓ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. સુત્રો અનુસાર પાકિસ્તાનનાં કાસિમ બંદરે જહાજ જઇ રહ્યું હોવાનાં કારણે તેના પર શંકા ગઇ હતી. 

પાલનપુરમાં ફરી એકવાર વરઘોડા પર હૂમલો, આર્મી જવાને ઠાલવી પોતાની વ્યથા
પહેલાથી જ મળેલી બાતમીનાં આધારે જહાજ અટકાવવામાં આવ્યું હતું. તેના પર અધિકારીઓને એટલા માટે શંકા ગઇ કારણ કે તે પાકિસ્તાનનાં કાસિમ બંદર ખાતે જવાનું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કાસિમ બંદર હાલ પાકિસ્તાન માટે ન્યૂક્લિયર પ્રોગ્રામ ડેવલપ કરી રહેલી સંસ્થા સુપારકો પાસે છે. આ જહાજમાં કુલ 22 લોકો બેઠેલા છે. જો કે ક્રુ મેમ્બર્સ દ્વારા આ ઔદ્યોગિક ડ્રાયર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ક્રૂ મેમ્બર અને જહાજનાં માલિકો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કાર્યવાહી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news