પાલનપુરમાં ફરી એકવાર વરઘોડા પર હૂમલો, આર્મી જવાને ઠાલવી પોતાની વ્યથા
Trending Photos
પાલનપુર: સરીપડા ગામે આર્મીમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના યુવકના વરઘોડામાં ગામના કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. અફરાતફરી મચી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાઓમાં જાતિવાદની ઝહેર ફેલાયેલું છે. પાલનપુરના સરીપડા ગામનો આકાશ કોઈટિયા નામનો યુવક આર્મીમાં ફરજ બજાવે છે, તેના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો કાઢવા માટે તેને ઘોડી મંગાવી હતી. ત્યારે ગામમાં અનુસૂચિત જાતિના યુવક દ્વારા વરઘોડો કાઢવાની વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને મળતાં તેમણે યુવકના પરિવારને ધમકી આપી હતી. જો તેઓ ઘોડી ઉપર ચડીને ગામમાં આવશે તો મોટી બબાલ થશે, ત્યારે ગભરાયેલા પરિવારજનોએ આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો ત્યારે કેટલાક અસામાજીક લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
જોકે પથ્થરમારા સમયે પોલીસે મામલો સંભાળી લેતા યુવકની બેન્ડબાજા સાથે જાન સૂંઢા ગામ ખાતે પોલીસ બંધોબસ્ત વચ્ચે પરણવા ગઈ હતી. મોડી રાત્રે જાન પરણીને સરીપડા ગામે પરત આવી હતી, ત્યારે યુવકના દાદાએ હુમલો કરનારા 11 લોકો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે ગંભીર બનાવના પગલે અનુસિચિત જાતિના લોકોએ રોષ ઠાલવ્યો હતો અને આવો બનાવ બીજીવાર ન બને તે માટે સરકારને અપીલ કરી આરોપીઓ સામે કડક પગલાં ભરવાની વાત કરી હતી.
LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
જોકે યુવકની જાન પરણીને આવી ગઈ હોવા છતાં પરિવારજનોમાં ડર ફેલાયેલો હોવાથી બીજે દિવસે પણ યુવક પોલીસ પ્રોટેક્શન સાથે પોતાના સામાજિક રીત રિવાજો મુજબ ગામના મંદિરોમાં પોતાની પત્નીને લઈને સગાંવહાલાં સાથે દર્શન કરવા ગયા હતા. ગઢ પોલીસની સાથે પાલનપુર DYSP પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાજર રહી ફરજ બજાવી રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર અનુસૂચિત જાતિના લોકોને ગામમાં ઘોડી ઉપર બેસીને વરઘોડો કાઢતા હુમલાનો ભોગ બનવું પડી રહ્યું છે. ગઢ પોલીસ મથકે 11 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે 1 આરોપીની અટકાયત કરીને અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. આજના અતિ આધુનિક યુગમાં નેતાઓ પોતાની વોટબેંક માટે તમામ સમાજોને સાથે લઈને ચાલવાની મસમોટી વાતો કરતા હોય છે. આવી ઘટનાઓ બને છે ત્યારે કોઈ નેતા સામે આવતું નથી. જોકે આ ઘટનાને લઈને અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ છે ત્યારે આરોપીઓને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે