વીએમસી News

વડોદરાનું ડ્રાફ્ટ બજેટ: ચૂંટણીનાં વર્ષને ધ્યાને રાખીને કોઇ નવો વેરો નહી
વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજુ થઇ ગયું છે. ચૂંટણીનું વર્ષ હોવાથી પાલિકાનાં ડ્રાફ્ટ બજેટમાં પ્રજા પર કોઇપણ પ્રકારનો વેરો નાંખવામાં નથી આવ્યો. વડોદરાનાં મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોર્પોરેશનમાં તેમનું પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું. વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. કુલ 3548.38 કરોડ રૂ.નાં આ બજેટમાં પાલિકા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસકાર્યો પર 2920 રૂ. કરોડ ખર્ચ કરશે. વડોદરા કોર્પોરેશનનું આ વર્ષનું બજેટ ગત બજેટની તુલનામાં 216 કરોડ રૂ. વધારે છે. પાલિકાને ચાલુ વર્ષે ટેક્ષનાં નાણાંનાં રૂપમાં 492 કરોડ રૂ. મળવાનો અંદાજ છે. 
Jan 23,2020, 22:58 PM IST

Trending news