પાણી નહીં તો વોટ નહીં! ગુજરાતની આ સોસાયટીમાં 13 એપાર્ટમેન્ટના રહીશોને છે પાણીના ધાંધિયા

મોરબીના રવાપર ગામે પંચાયતની બાજુની શેરીમાં દર્પણ-૨ સોસાયટી આવેલ છે જેમાં જુદાજુદા ૧૩ એપોર્ટમેન્ટ આવેલ છે અને ત્યાં આજની તારીખે ૭૦૦ થી વધુ લોકો રહે છે જેમને પાણી માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે તેના માટે અગાઉ પાલિકાના સભ્યોને તેમજ પાલિકાના અધિકારીને સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી હતી.

પાણી નહીં તો વોટ નહીં! ગુજરાતની આ સોસાયટીમાં 13 એપાર્ટમેન્ટના રહીશોને છે પાણીના ધાંધિયા

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી જિલ્લાના પોસ વિસ્તારમાં આવતા રવાપર ગામ પાસેના સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે. જો કે, તેને ઉકેલવામાં આવી રહી નથી અને છેલ્લા દિવસોથી પાણી આવતું જ નથી. જેથી કરીને સ્થાનિક લોકો ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને જો પાણીની સમસ્યાને ઉકેલવામાં નહિ આવે તો આગામી સમયમાં આવનાર લોકસભાની ચુંટણીમાં ત્યાં રહેતા 700 થી વધુ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

સામાન્ય રીતે ઉનાળામાં છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તે સમજી શકાય તેવી વાત છે જો કે, મોરબીના રવાપર ગામે પંચાયતની બાજુની શેરીમાં દર્પણ-૨ સોસાયટી આવેલ છે જેમાં જુદાજુદા ૧૩ એપોર્ટમેન્ટ આવેલ છે અને ત્યાં આજની તારીખે ૭૦૦ થી વધુ લોકો રહે છે જેમને પાણી માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે તેના માટે અગાઉ પાલિકાના સભ્યોને તેમજ પાલિકાના અધિકારીને સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી હતી.

જો કે, આજની તારીખે પણ લોકો પણી માટે હેરાન છે અને પ્રશ્ન ઉકેલતો જ નથી જેથી રોષે ભરાયેલા સ્થાનિક મહિલાઓ સહિતના ૧૫૦ થી વધુ લોકો ઉમા ટાઉનશિપમાં રહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ઘરે તેમજ કલેક્ટરને કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપીને પાણી આપવાની માંગ સાથેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે લોકોએ કહ્યું હતું કે, દર્પણ-૨ સોસાયટી, સંગમ રેસીડેન્સી-એ, સંગમ રેસીડેન્સી-બી, સંગમ રેસીડેન્સી-સી, સંગમ રેસીડેન્સી-ડી, એકતા અવેન્યું, વ્હાઈટ હાઉસ, સત્યમ એપાર્ટમેન્ટ, સત્યમ-૨ એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, સુંદરમ્ એપાર્ટમેન્ટ, ઓપેરા હાઉસ, એકતા હિલ, પટેલ પેલેસમાં જો પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીનો ત્યાના લોકો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં લોકોએ જણાવ્યુ હતું કે હાલમાં લોકો ટેન્કર માંગવીને કે પછી બોરના પાણી વાપરે છે ત્યારે પાલિકાનું પાણી બાજુની સોસાયટીમાં આવે તો પછી આ ૧૩ એપાર્ટમેંટમાં રહેતા લોકોને કેમ પાણી આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news