આ મારી છેલ્લી ટર્મ છે: હું 2027ની વિધાનસભા ચૂંટણી નથી લડવાનો, પાટીલને મળ્યા બાદ સીધા દોર થયા

ઈનામદાર ભલે એમ કહે કે હું 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું, પરંતુ જો તેમને 2029ની લોકસભા ટિકિટ મળશે તો ચોક્કસ મેદાનમાં ઉતરશે. તેમણે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની સ્પષ્ટ ના પાડી દીધી છે. એટલે કે ઈનામદાર હવે મોટા ગજાના નેતા બનવા જઈ રહ્યા છે. 

આ મારી છેલ્લી ટર્મ છે: હું 2027ની વિધાનસભા ચૂંટણી નથી લડવાનો, પાટીલને મળ્યા બાદ સીધા દોર થયા

Loksabha Election 2024: પ્રેશર પોલિટિક્સ માટે જાણીતા કેતન ઈનામદારે પહેલા રાજીનામું આપ્યું, પછી પ્રદેશ પ્રમુખ સાથે ગાંધીનગરમાં બેઠક કરી અને પોતાનું રાજીનામું પરત લઈ લીધું. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સમર્થનમાં સાવલા વિધાનસભામાં સંગઠનના અનેક હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. પરંતુ હવે આ તમામ હોદ્દેદારોએ પણ રાજીનામા પરત ખેંચી લીધા છે. આખરે કેતન કેવી રીતે માન્યા? શું હતા તેમના પ્રશ્નો? કેમ વારંવાર પ્રેશર પોલિટિક્સ કરે છે ઈનામદાર? શું વડોદરા ભાજપમાં બધુ ભડકા જેવી સ્થિતિ છે?

  • પહેલા આપ્યું રાજીનામું, પછી ખેંચી લીધું પરત 
  • સાવલીથી આપ્યું, ગાંધીનગરથી પરત ખેંચ્યું
  • પાટીલ સાથે મુલાકાત બાદ માની ગયા ઈનામદાર
  • પ્રેસર પોલિટિક્સનું બીજુ નામ એટલે કેતન ઈનામદાર?
  • શું વડોદરા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ છે?

આ છે વડોદરાની સાવલી વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર... 2017 અને 2022માં ભાજપમાંથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે. તો આ પહેલાં 2012માં અપક્ષ જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. કેતન ઈનામદાર બહુ હોશિયાર અને કસાયેલા રાજકારણી છે. પ્રેસર પોલિટિક્સ જાણે તેમના લોહીમાં હોય તેમ વારંવાર પાર્ટી પર રાજીનામાનું પ્રેસર બનાવી પોતાનું કામ કઢાવી લે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું. સાવલીથી રાત્રે રાજીનામું મેઈલ કર્યું. પ્રદેશ ભાજપમાં ખળભળાટ મચી ગયો. સાવલી ભાજપના એક બાદ એક અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ ઈનામદારના સમર્થનમાં રાજીનામા આપ્યા. પ્રદેશ પ્રમુખ પાટીલે ત્વરિત ઈનામદારને ગાંધીનગર તેડાવ્યા .બંધ બારણે બેઠક કરી અને થોડો જ સમય ચાલેલી આ બેઠક બાદ ઈનામદારે બહાર આવીને કહી દીધું કે હું મારુ રાજીનામું પરત ખેંચું છું.

ઈનામદાર એવું કહી રહ્યા છે કે મારા વિસ્તારના વિકાસ કામો અને કેટલાક અંગત પ્રશ્નોને કારણે રાજીનામું આપ્યું હતું. પરંતુ તે તમામનો હલ થઈ જવાનું આશ્વાસન અપાતા રાજીનામું પરત ખેંચ્યું છે. પરંતુ ખરેખર ઈનામદાર વિસ્તારના વિકાસકાર્યો માટે જ રાજીનામું આપ્યું હતું તે એક સવાલ છે. સાચુ શું એ તો તેઓ પોતે જ જાણે. ખેર જે હોય તે..પરંતુ ઈનામદારે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે કે આ મારી છેલ્લી ટર્મ છે. હું 2027ની વિધાનસભા ચૂંટણી નથી લડવાનો.

ઈનામદાર ભલે એમ કહે કે હું 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું, પરંતુ જો તેમને 2029ની લોકસભા ટિકિટ મળશે તો ચોક્કસ મેદાનમાં ઉતરશે. તેમણે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની સ્પષ્ટ ના પાડી દીધી છે. એટલે કે ઈનામદાર હવે મોટા ગજાના નેતા બનવા જઈ રહ્યા છે. 

  • હવે ચૂંટણી નહીં લડે ઈનામદાર? 
  • ઈનામદારે કહ્યું, '2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું'
  • 2029ની લોકસભા ટિકિટ મળશે તો ચોક્કસ મેદાનમાં ઉતરશે

"મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી",ગુજરાતમાં બીજી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

તો ઈનામદારના સમર્થનમાં જે પણ તેમના સમર્થકો હતા તેઓ સવારે તો ખુબ જ ઉત્સાહમાં જોવા મળતા હતા. અને એક બાદ એક અનેક નેતાઓએ રાજીનામા ધરી દીધા હતા. પરંતુ જેવું ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું તો આ નેતાઓએ પણ રાજીનામા પરત ખેંચી લીધા છે.  તો વડોદરામાં હાલ ભાજપમાં બધુ સલામત હોય તેમ લાગતું નથી. કારણ કે એક બાદ એક અનેક વિવાદ સામે આવી રહ્યા છે. કેડર બેઝ પાર્ટી કહેવાતી ભાજપમાં તેના જ નેતાઓ ખુલ્લીને બહાર આવીને પોતાનો બળાપો કાઢી રહ્યા છે. વડોદરાથી રંજન ભટ્ટને રિપિટ કરાતા સૌથી પહેલા તો પાર્ટીના જૂના કાર્યકર જ્યોતિ પંડ્યાએ ખુલ્લીને બંડ પોકાર્યો. તેમણે રંજન ભટ્ટ સામે સરાજાહેર પ્રહારો કર્યા. જો કે પાર્ટીએ તેઓ બળાપો કાઢે તે પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા...ત્યારપછી વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ પણ રંજન ભટ્ટ સામે રોષ ઠાલવતા જોવા મળ્યા...અને આ દબંગ નેતાએ તો રંજન ભટ્ટ સામે ઉમેદવારી કરવાની તૈયારી કરી લીધી છે. 

  • ઈનામદારનું પ્રેશર પોલિટિક્સ ન આવ્યું કામ?
  • સાવલીથી આપ્યું રાજીનામું, ગાંધીનગરથી ખેંચ્યું પરત
  • કેમ ઈનામદાર વારંવાર થઈ જાય છે નારાજ?
  • રાજીનામું આપી પ્રેશર બનાવે છે ઈનામદાર?
  • ઈનામદારના એવા તો શું છે પ્રશ્નો?
  • કેમ દર વખતે રાજીનામું આપી ખેંચી લે છે પરત?

શરમ કરો! ગુજરાતમાં ભાજપનો ફફડાટ, કોંગ્રેસીએ નામ જાહેર થયા બાદ મેદાન છોડી દીધું

આ સિવાય બરોડા ડેરી અને નાના મોટા અનેક વિખવાદ ઘણીવાર સામે આવ્યા છે. તો વિકાસના મુદ્દે પણ ખુદ મુખ્યમંત્રીએ વડોદરાના હોદ્દેદારોને ટકોર કરી હતી. સુરત અને અમદાવાદની સરખામણીએ વડોદરા પાછળ રહી ગયું છે. તો થોડા સમય પહેલાં પ્રદેશ ભાજપ પ્રમુખે વડોદરા જિલ્લા પ્રમુખ સતીષ નિશાળિયા પર કટાક્ષ કર્યો હતો. એક પછી એક બની રહેલી આ તમામ ઘટનાઓથી એટલું તો સમજી શકાય કે વડોદરામાં સલ સલામત છે તેવા દાવો ખોટા છે. ભાજપમાં પણ અંદરો અંદર બહુ મોટો વિખવાદ છે. પરંતુ તે જલદી બહાર નથી આવતો. વડોદરા ભાજપના હોદ્દેદારો અને સત્તાધીશોને આ મામલે સલામ છે કે તેઓ ખુલ્લીને બહાર તો આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news