residents

રંગીલા રાજકોટ વાસીઓએ PPE કીટ પહેરીને પતંગો ચગાવ્યા અને ધાબા પર ડાન્સ કર્યો

 કોરોના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી થઇ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાનાં કારણે લોકોમાં ઉતરાયણનો પ્રમાણમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જો કે અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે સાથે ક્યાંક ડાન્સ તો ક્યાંક ચિક્કીઓ અને ઉંધીયાનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં અનોખી રીતે પીપીઇ કીટ પહેરીને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. પીપીઇ કીટ પહેરીને ડાન્સ અને ગરબા પણ કર્યા હતા. 

Jan 14, 2021, 04:45 PM IST

રાજકોટવાસીઓ કંઇક અનોખુ કરવા જાણીતા, જુગાર રમવા માટેની નવી જ પદ્ધતી શોધી કાઢી

શહેરમાં ફરી એક વખત કુકડાઓને લડાવી જુગાર રમતા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પાસે આવેલ જૂની લાલપરી નદીના કાંઠે થી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ફોર વ્હીલર તેમજ 16 ટુ વ્હીલર, રોકડ અને મોબાઇલ સહિત કુલ 14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ઘટના સ્થળ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણ મૂર્ઘા મળી આવતા સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ તેમને રાજકોટની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Nov 2, 2020, 10:10 PM IST

વુહાનમાં ફરી સામે આવ્યા કોરોનાના નવા કેસ, ચોંકાવનારા છે લક્ષણો; લોકોમાં ફરી ફેલાયો ભય

કોરોના વાઈરસ (Coronavirus)ના નવા કેસ સામે આવ્યા બાદ ચીન વુહાન (Wuhan)ની સંપૂર્ણ આબાદીનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે, જેના કારણે લોકોને ફરીથી સંક્રમિત થવાનો ભય છે. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. અહીં ભૂતકાળમાં કોરોનાના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. જે બાદ ચીનની સરકારે દરેક નાગરિકનો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો. સૌ પ્રથમ, તેમની તપાસ કરવામાં આવે છે, જે લોકોનું જોખમ સૌથી વધુ છે. એટલે કે સ્વાસ્થ્ય કાર્યકરો. ચીનની યોજના તમામ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં પૂર્ણ કરવાની છે, તેથી મોટી સંખ્યામાં લોકોને પરીક્ષણ કેન્દ્રોમાં લાવવામાં આવી રહ્યા છે.

May 16, 2020, 07:45 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Gotalavadi Area Of Katargaam PT9M40S

શેરી મહોલ્લાની ખબર: જાણો કતારગામના ગોટાલાવાડીના રહિશોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબર: જાણો કતારગામના ગોટાલાવાડીના રહિશોની સમસ્યા

Dec 21, 2019, 05:20 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Rasulpura Area Of Rajkot PT9M4S

શેરી મહોલ્લાની ખબર: જાણો રાજકોટના રસુલપુરાના રહિશોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબર: જાણો રાજકોટના રસુલપુરાના રહિશોની સમસ્યા

Dec 21, 2019, 05:15 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Kalol Area Of Panchmahal PT4M49S

શેરી મહોલ્લાની ખબર: જાણો પંચમહાલના કાલોલના રહિશોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબર: જાણો પંચમહાલના કાલોલના રહિશોની સમસ્યા

Dec 21, 2019, 05:10 PM IST
Jamnagar: People Protest Against Water Shortage Issue PT7M2S

જામનગર: પાણીની સમસ્યાને લઈને પંચાયત કચેરીએ સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

જામનગર: આમરા ગામે પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો, 15 દિવસે પાણી મળતાં ગામની વિકરાળ સમસ્યા. પંચાયત કચેરીએ એકઠા થઇ ગ્રામજનોનો વિરોધ. મહિલાઓએ પણ ખાલી બેડા સાથે વિરોધ નોંધાવ્યો છે.

Jun 26, 2019, 12:00 PM IST
Vadodra : Residents Demand Exemption from Water Tax due to distribution of polluted water PT7M37S

વડોદરાના નારાજ નાગરિકોએ કેમ કરી પાણી વેરા માફીની માંગ

વડોદરા દૂષિત પાણી વિતરણ મામલો : તરસાલી વિસ્તારમાં ટાંકી સાફ કર્યા બાદ પણ દૂષિત પાણી મળતાં રહીશોમાં રોષ. સ્થાનિક રહીશો દૂષિત પાણીની વેઠી રહ્યાં છે પરેશાની.પીવાનું શુદ્ધ પાણી આપવામાં પાલીકા તંત્ર નિષ્ફળ રહ્યું છે.સ્થાનિક રહીશોએ પાણી વેરો માફ કરવા માંગ કરી રહ્યા છે. પીવાનું પાણી વેચાતું લાવવા માટે સ્થાનિક મજબૂર થયા છે . તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી.

May 17, 2019, 09:10 AM IST
Atrocity against Lion in Gir by Residents , Viral Video PT3M15S

જંગલના રાજાની હાલત કૂતરાની જેમ કરી નાંખી, જુઓ વાયરલ વીડિયો

ગીર વિસ્તારમાં સિંહોની સતામણીની ઘટના ફરી સામે આવી છે. સ્થાનિક લોકો બેખોફ સિંહદર્શનના નામે રૂપિયા લૂંટવા સિંહોની પજવણી કરતા હોય છે, તો બીજી તરફ તંત્ર દ્વારા આવા લોકો સામે કોઈ પગલા લેવાઈ નથી રહ્યાં છે. ત્યારે બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવવામાં આવ્યો અને પછી બાઈકને ભગાડવામાં આવી છે.

May 16, 2019, 10:10 AM IST

વડોદરામાં ચૂંટણી બિષ્કાર, રહીશોએ કહ્યું- વોટ માગવા આવતા નેતાને પહેરાવશું જુતાનો હાર

વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પાંચસોથી વધારે મકાનોમાં રહેતા રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ વિસ્તારના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દર્શાવતા બેનર અને પોસ્ટર લગાવ્યા છે.

Mar 28, 2019, 03:14 PM IST