દૂધસાગર ડેરીના નિર્ણયથી પશુપાલકો ખુશખુશાલ! આપી દિવાળીની ભેટ, 5 લાખ લોકોને બખ્ખાં
દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે પશુપાલકોમાં ડેરીના આ નિર્ણયને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: દૂધસાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દૂધનો હપ્તો એડવાન્સ ચૂકવાયો છે. જી હા.. મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને 7 દિવસ વહેલા દુધનો હપ્તો ચૂકવ્યો છે. 5 લાખ પશુપાલકોને 90 કરોડની રકમ એડવાન્સ ચૂકવી દેવાઈ છે.
દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે પશુપાલકોમાં ડેરીના આ નિર્ણયને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહેસાણાની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દિવાળી પહેલા પશુપાલકોને ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકોને 7 દિવસ વહેલા દુધનો હપ્તો ચુકવીને 5 લાખ પશુપાલકોના ચહેરા પર ખુશી લાવી છે. દૂધસાગર ડેરી દ્વારા આશરે 90 કરોડની રકમ એડવાન્સ ચૂકવી દેવાઈ છે. ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે પશુપાલકોમાં ડેરીના આ નિર્ણયને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે